Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

એ મિનીટોમાં તમે શું કર્યુ તે મહત્વનું હોય છેઃ તાપસી

અભિનેત્રી તાપસી પન્નુએ બોલીવૂડમાં પોતાની મહેનત અને અભિનયથી ઓળખ ઉભી કરી લીધી હોવાથી એક પછી એક મોટી ફિલ્મો તેને મળી રહી છે. તેની મહત્વની ફિલ્મોમાં 'બેબી' ફિલ્મ પણ સામેલ છે. જાસૂસી થ્રિલર પ્રકારની આ ફિલ્મને તાજેતરમાં છ વર્ષ પુરા થઇ જતાં તાપસીએ તેની વાત કરી હતી. તેણે કહ્યું હતું કે ફિલ્મમાં તમારા પાત્રની લંબાઇ કેવડી છે તેનાથી કોઇ ફરક પડતો નથી, પણ તમે આ પાત્ર કઇ રીતે નિભાવો છો એ ખુબ મહત્વનું હોય છે. બોલીવૂડમાં આવ્યા પહેલા તાપસી તેલુગુ અને તમિલ ફિલ્મો મોટા પ્રમાણમાં કરી ચુકી છે. ડેવિડ ધવનની ચશ્મે બદ્દુરથી તેણે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શરૂઆત કરી હતી. પણ નિરજ પાંડેની બેબીફિલ્મમાં શબાના ખાનની સાત જ મિનીટની ભુમિકાએ તેની કારકિર્દીને નવો વળાંક આપ્યો હતો. ફિલ્મમાં મુખ્ય ભુમિકા અક્ષય કુમારની હતી. તાપસી કહે છે તમારી ભુમિકા કેટલાક મિનીટની છે તે મહત્વાનું નથી, એ મિનીટોમાં તમે શું કરો છો એ બધા પર પ્રભાવ છોડે છે. સાત મિનીટ તમારી કારકિર્દીની દિશા બદલી શકે છે.

(10:18 am IST)