Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

નિયાના બ્લેક અને બોલ્ડ અંદાજે કર્યો ચાહકો પર જાદૂ

ટીવી પરદે એવી અભિનેત્રીઓ પણ છે જે બોલ્ડનેસની બાબતમાં બોલીવૂડ અને હોલીવૂડની અભિનેત્રીઓને પણ ટક્કર મારતી હોય છે. આવી જ અભિનેત્રીના લિસ્ટમાં નિયા શર્માનું નામ ટોચ પર છે. ટીવી શો અને વેબ સિરીઝથી તો તે સતત ચર્ચામાં રહે જ છે, પણ સોશિયલ મિડીયા પર તેની તસ્વીરો અને વિડીયો તેને વધુ ચર્ચામાં રાખે છે. પોતાની હોટનેસથી તે અહિ સતત આગ લગાવતી રહે છે. તાજેતરમાં તેણે ફરીથી ફોટો વિડીયો પોસ્ટ કર્યા હતાં. જેમાં તે કાળી સાડીમાં ગજબના અંદાજમાં જોવા મળી રહી છે. એક એકથી ચડીયાતા પોઝ બેફીકર થઇને આપ્યા છે. નિયાએ વિડીયો સાથે ઇંસ્ટાગ્રામ પર કેપ્શન લખ્યું છે કે-કદી પણ કાળા જાદૂમાં વિશ્વાસ નથી કર્યો. વિડીયોમાં નિયા બ્લેક અને બોલ્ડ અવતારથી ચાહકોના દિલ પર જાદૂ કરતી જોવા મળી રહી છે. ટીવી શો નાગિનમાં નિયાનો રોલ ચાહકોએ ખુબ પસંદ કર્યો છે. ટ્વિસ્ટેડ નામની વેબ સિરીઝ અને જમાઇ રાજા ૨.૦માં પણ તેની ભુમિકા શાનદાર રહી છે.

(10:17 am IST)