Gujarati News

Gujarati News

News of Tuesday, 4th February 2020

જોન-આદિત્ય વિલનગીરી કરશે

બોલીવૂડમાં બાયોપિક અને સિકવલનો સિલસિલો ચાલી રહ્યો છે અને સતત આવી ફિલ્મો બની રહી છે. એકતા કપૂર અને ભુષણ કુમારે સાથે મળી વર્ષ ૨૦૧૪માં આવેલી સુપરહિટ ફિલ્મ એક વિલનની સિકવલ બનાવવા તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન મોહિત સુરીને સોંપાયું છે. એકતા કપૂર અને ટી-સિરીઝના એમડી ભુષણ કુમારે આ માટેની ઘોષણા પણ કરી દીધી છે. એકતાએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી અને લખ્યું હતું કે ૨૦૧૪ની બ્લોકબસ્ટર ફિલ્મ એક વિલનનો બીજો ભાગ ભુષણ કુમાર સાથે શરૂ કરી રહ્યા છીએ. એક વિલન-૨ આગામી વર્ષમાં આઠમી જાન્યુઆરીએ રિલીઝ કરવાનું નક્કી કરાયું છે. જોન અબ્રાહમ અને આદિત્ય રોય કપૂરને આ ફિલ્મ માટે પસંદ કરવામાં આવ્યા છે. ચર્ચા છે કે બંને અભિનેતા વિલનનો રોલ નિભાવશે. અભિનેત્રીનું નામ હવે પછી જાહેર થશે. અગાઉની એક વિલનમાં સિધ્ધાર્થ મલ્હોત્રા, શ્રધ્ધા કપૂર અને રિતેશ દેશમુખે મુખ્ય ભુમિકા નિભાવી હતી. લવસ્ટોરી અને  બદલો લેવાની કહાની હતી.

(10:04 am IST)