Gujarati News

Gujarati News

News of Tuesday, 4th February 2020

RRRનું શુટીંગ અજયએ શરૂ કર્યુ

બોલીવૂડના સિંઘમ અજય દેવગણની ૧૦૦મી ફિલ્મ તાન્હાજી-ધ અનસંગ વોરિયરે બસ્સો કરોડથી વધુની કમાણી કરી લીધી છે. અજય હવે નવા પ્રોજેકટ માટે કામ કરી રહ્યો છે. હાલમાં એસ.એસ. રાજામોૈલીની ફિલ્મ 'આરઆરઆર'ના શુટીંગમાં જોડાયો છે. રામચરણ તેજા અને જુનિયર એનટીઆર આ ફિલ્મમાં મુખ્ય રોલમાં છે. સાથે આલિયા ભટ્ટ પણ છે. અજય દેવગણે પોતાના ભાગનું શુટીંગ શરૂ કરી દીધુ છે. બાહુબલી સિરીઝના નિર્દેશક રાજામોૈલી વધુ એક વખત જબરદસ્ત ફિલ્મ બનાવી રહ્યા છે. રામચરણે તેજાએ પોતાના ઇંંસ્ટા પર લખ્યું હતું કે-અજય સર, આરઆરઆરના સેટ પર આપનું સ્વાગત છે. સાથે જ તમારી પર્સનાલિટીનો હું ખુબ મોટો ચાહક છું. તમારી સાથે કામ કરવાની તક મળવી એ મારા માટે ખુશીની વાત છે. જુનિયર એનટીઆરએ પણ કેપ્શનમાં લખ્યું હતું કે ડિયર અજય દેવગન સર, આરઆરઆરના વિશ્વમાં તમારું સ્વાગત કરતાં અમને ખુશી છે. અજય આ સાથે મેદાન ફિલ્મનું કામ પણ કરી રહ્યો છે.

(10:03 am IST)