Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

એકવાર ફરી શાહરુખ ખાન નજરે પડશે પોલીસ ઓફિસરની ભૂમિકામાં

મુંબઈ: અભિનેતા શાહરુખ ખાન ફરીવાર સિલ્વર સ્ક્રીન પર પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળવાનો છે. પોલીસના જીવન પર બનેલી ફિલ્મો બોકસ ઓફિસ પર સારી કમાણી કરતી હોય છે. તે ધ્યાનમાં રાખીને કિંગ ખાને ફિલ્મમેકર મધુર ભંડારકરની આગામી ફિલ્મ ઇન્સ્પેકટર ગાલિબની ઓફર સ્વીકારી છે. ફિલ્મની સ્ટોરી દેશભરમાં ગેરકાયદે ચાલી રહેલા રેતીખનનના વેપાર પર આધારિત છે અને રેતીમાફિયાઓની સાન ઠેકાણે લેવાનું બીડું શાહરુખ ખાન ઝડપશે. ફિલ્મ થોડી ગંભીર હોવાની સ્પષ્ટતા મધુર ભંડારકરે કરી છે. અગાઉ શાહરુખ ખાને ફિલ્મ વન ટુ કા ફોરમાં પોલીસવાળાની ભૂમિકા ભજવી છે.

 

(5:21 pm IST)