Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

દબંગ-3માં આઈટમ ડાન્સ કરતી નજરે પડી શકે છે કરીના કપૂર ખાન

મુંબઈ: સલમાન ખાન અભિનીત ફિલ્મ દબંગ ટુમાં પોતાના સ્પેશિયલ ડાન્સ સોંગ ફેવિકોલ સે ખૂબ લોકપ્રિય બન્યું હતું. ગીત પર કરીના કપૂર ખાને ઠૂમકા લગાવ્યા હતા. હવે ફિલ્મ મેકરો ફિલ્મ દબંગના ત્રીજા ભાગમાં પણ અભિનેત્રીનું એક આઇટમ સોંગ ઉમેરવા માગે છે. ત્રીજા ભાગમાં એક ગીત દરમિયાન કરીનાને અપ્રોચ કરાયો છે. ગીતનું કોરિયોગ્રાફ ડાન્સના દેવા ગણાતાં પ્રભુદેવા કરશે. અરબાઝ ખાન સાથે જૂહુમાં કરીનાએ મુલાકાત કર્યા બાદ તે ફિલ્મ દબંગ થ્રીમાં એક આઇટમ સોંગ કરશે એવા અહેવાલોએ જોર પકડયું છે. હાલ ફિલ્મના સેટ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. માર્ચ મહિનામાં ફિલ્મનું શૂટિંગ શરૂ થવાનું છે.

 

 

(5:20 pm IST)