Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ભારતીય લશ્કરના શહીદ મેજર વિક્રમ બાત્રાના જોડિયા ભાઇની મુલાકાત લીધી સિદ્ધાર્થ મલ્હોત્રાએ

મુંબઇ :હોનહાર અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ તાજેતરમાં ભારતીય લશ્કરના શહીદ મેજર વિક્રમ બાત્રાના જોડિયા ભાઇની મુલાકાત લઇને મેજર બાત્રા વિશે કેટલીક જાણકારી મેળવી હતી.મેજર બાત્રા કારગિલ વૉરના હીરો હતા. યુદ્ધ પૂરું થયા બાદ એમને મરણોત્તર પરમ વીર ચક્ર એનાયત કરાયું હતું. સિદ્ધાર્થ મેજર બાત્રાની બાયો-ફિલ્મમાં મુખ્ય રોલ કરી રહ્યો છે.મેજર બાત્રાના જોડિયા ભાઇ વિશાલ બાત્રાએ કહ્યું કે મેં આમ તો સિદ્ધાર્થ સાથે ફોન પર ઘણી વાતચીત કરી હતી. બાયો-ફિલ્મના નિર્માતા શબ્બીર બોક્સવાલાએ અમારી રૃબરૃ મુલાકાત કરાવી ત્યારે સિદ્ધાર્થને જોયા અને એની સાથે વાત કર્યા બાદ મને લાગ્યું કે મારા ભાઇની બાયો-ફિલ્મ માટે સિદ્ધાર્થ એકદમ ફિટ છે. પણ લશ્કરી પરિવારનો નબીરો છે. વળી, સિદ્ધાર્થ વિક્રમના ચહેરા મોહરાને મળતો આવે છે એટલે અમને ખાતરી થઇ કે વિક્રમના પાત્ર માટે એકદમ ફિટ છે.ફિલ્મમાં વિશાલ તરીકે પણ સિદ્ધાર્થ ચમકવાનો છે. માટે એને ડબલ રોલ અપાયો છે. ખાસ કરીને લોકેશન શૂટિંગમાં વિશાલ બાત્રા તરીકે રજૂ થશે.વિક્રમ અને વિશાલ વચ્ચે માત્ર ચૌદ મિનિટનો ફરક છે. વિક્રમ વિશાલ કરતાં માત્ર ચૌદ મિનિટ મોટા હતા. વિશાલે કહ્યું કે જેમ જેમ મારી ઉંમર અને સમજશક્તિ વધે છે તેમ તેમ વિક્રમની ગેરહાજરી મને વધુ સાલી રહી છે.

 

(5:19 pm IST)