Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

પતિની ફિલ્મમાં કાજોલે કર્યુ ગીતનું શુટીંગ

અજય દેવગણ હાલમાં ઐતિહાસીક વિષય ધરાવતી ફિલ્મ 'તાનાજી-ધ અનસંગ વોરિયર'નું કામ કરી રહ્યો છે. તે આ ફિલ્મમાં મરાઠા યોધ્ધાના રોલમાં છે. તો સૈફ અલી ખાન વિલન બન્યો છે. આ ફિલ્મમાં કાજોલ જોડાવાની છે એ પહેલેથી જ જાહેર થઇ ગયું હતું. હવે કાજોલ ઓફિસયલી જોડાઇ ચુકી છે. તેણે એક ગીતનું શુટીંગ પણ કરી લીધું છે. કાજોલ ફિલ્મમાં અજય દેવગણની પત્નિના રોલમાં છે. અજય છત્રપતિ શિવાજી મહારાજના સુબેદાર તાનાજી માલસૂરેની ભૂમિકા નિભાવી રહ્યો છે. કાજોલે એક કલાસિકલ ગીતનું શુટીંગ કરી લીધુ છે. કાજોલ અને અજયએ જેટલી ફિલ્મો સાથે કરી છે તેમાં તેની જોડી હિટ રહી છે. લાંબા સમય પછી બંને ફરીથી સાથે જોવા મળશે. સલમાન ખાન પણ આ ફિલ્મ સાથે જોડાયો છે. તે અજય દેવગણ સાથે સારી મિત્રતા ધરાવે છે. તેને છત્રપતિ શિવાજીનો રોલ અપાયાની ચર્ચા છે. મરાઠા અને મુઘલો વચ્ચેના યુધ્ધ પર આ ફિલ્મ છે.  

(10:02 am IST)