Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ધ વોઇસ શોમાં અરમાન મલિકની જજ તરીકે એન્ટ્રી

ટીવી પરના રિયાલીટી શો કોઇપણ ઉગતા કલાકારને રાતોરાત સ્ટાર બનાવી દે છે. દર વખતે રિયાલીટી શોના નવા સિઝન ઇન્ડસ્ટ્રીને નવા નવા સ્ટાર આપે છે. ધ વોઇસના નવા સિઝન શરૂ થઇ ચૂકી છે. આ વખતે કોન્સેપ્ટ પણ બદલાયો છે. આ વખતે સ્પર્ધકોની પસંદગી માત્ર અવાજ સાંભળીને કરવામાં આવશે. આ શો સાથે એક નવો ચહેરો પણ જોડાશે. જજ તરીકે ગાયક અરમાન મલિકનું નામ સામેલ કરાયું છે. અરમાન સાથે શોમાં કનિકા કપૂર પણ હશે. કનીકા પોતે પણ આ શોમાં અગાઉ સ્પર્ધક રહી ચુકી છે. આ શોમાં હરમન પ્રીત, અદનાન સામી અને એ.આર. રહેમાન અને કનીકા પણ છે. રવિવારથી સ્ટાર પ્લસ પર આ શો શરૂ થઇ ચૂકયો છે.

(10:02 am IST)