Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ટ્રોલ થવાથી જરાય ગભરાવું જોઇએ નહિઃ વાણી કપૂર

બોલીવૂડમાં વાણી કપૂરે શુધ્ધ દેસી રોમાન્સ અને બેફિક્રે જેવી ફિલ્મો કરી છે. બેફિક્રેમાં તેનો રોલ ફિલ્મના નામ જેવો જ હતો. તેણે સહકલાકાર રણવીરસિંહ સાથે ઇન્ટીમેન્ટ સિન પણ આપ્યા હતાં. તાજેતરમાં સોશિયલ મિડીયા પર વીણાને ટ્રોલ કરવામાં આવી હતી. ત્યારે તેણે કહ્યું હતું કે મને લાગે છે કે બધાને ટ્રોલ કરવામાં આવે જ છે, એવું કોઇ નથી જે સોશિયલ મિડીયા પર ટ્રોલ થયું ન હોય. ટ્રોલિંગ જાણે સોશિયલ મિડીયાની આદર્શ બાબત બની ગઇ હોય તેવું મને લાગે છે. આનાથી જરાપણ ગભરાવું જોઇએ નહિ. વીણાએ ઉમંગ ૨૦૧૯ કાર્યક્રમ વખતે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથેની પોતાની તસ્વીર પોસ્ટ કરતાં તેને ટ્રોલ કરવામાં આવી હતી. હાલમાં વીણા પાસે સિધ્ધાર્થ આનંદનો એક પ્રોજેકટ છે.

 

(10:01 am IST)