Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021

ટીવી પરદાની નાગિન સુરભીએ લગાવી પાણીમાં આગ

ટીવી અભિનેત્રી સુરભી ચંદના પણ બીજી અભિનેત્રીઓની જેમ સોશિયલ મિડીયા પર ખુબ સક્રિય રહે છે. અવાર-નવાર તેની બોલ્ડ એન્ડ બ્યુટીફુલ તસ્વીરો જોઇ ચાહકો દિવાના બની જાય છે. તાજેતરમાં સુરભીએ સ્વીમિંગ પુલમાં હોટ ફોટોશૂટ કરાવ્યું હતું. ટીવી પરદાની નાગિને પાણીમાં આગ લગાવી હોય તેવી આ તસ્વીરો ખુબ વાયરલ થઇ હતી. ૨૦૦૯માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સ્વીટીનો રોલ ભજવ્યા બાદ ૨૦૧૪માં તેને કુબૂલ હૈ શો થકી નામના મળી હતી. એ પછી તેણે આહટ, ઇશ્કબાજ, દિલ બોલે ઓબેરોય, સંજીવની અને નાગિન-૫ જેવા શો કર્યા છે. વચ્ચે બોબી જાસૂસ ફિલ્મમાં પણ ટુંકો રોલ કર્યો હતો. ટીવી શોના પોતાના બેસ્ટ કામને કારણે તે પાંચ જેટલા એવોર્ડ પણ જીતી ચુકી છે. સુરભી ચંદનાએ અગાઉ પણ પોતાની બોલ્ડ અદાથી સોૈને ઘાયલ કર્યા હતાં. આ વખતે સ્વીમિંગ પુલમાંથી કાતિલ અદા સાથે પોઝ આપ્યા છે.

 

(9:30 am IST)