Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021

એ શુટીંગ વખતે કોલેજના દિવસો યાદ આવી ગયાઃ જીશાન

અભિનેતા મોહમ્મદ જીશાન અયુબ સ્ક્રીન પર વિભીન્ન પાત્રો ભજવવા માટે જાણીતો છે. તે ફિલ્મો અને વેબ સિરીઝમાં સતત સક્રિય અભિનેતા બની ગયો છે. હવે તે સૈફ અલી ખાનની સિરીઝ તાંડવમાં ખાસ ભુમિકામાં જોવા મળવાનો છે. શુટીંગ વખતની વાત કરતાં જીશાને કહ્યું હતું કે મને ત્યારે મારા કોલેજના દિવસોની યાદ આવી ગઇ હતી. તાંડવના શુટીંગ વખતે મેં એ દિવસો બીજી વખત જીવ્યા હતા. અમે સિરીઝ માટે હું જ્યાં ભણતો હતો એ જ દિલ્હી યુનિવર્સિટી નોર્થ કેમ્પસમાં જ શુટીંગ કર્યુ હતું. કોલેજ અને હોસ્ટેલમાં અનેક દ્રશ્યો ફિલ્માવાયા છે. કોલેજ કેમ્પસમાં તમે હો ત્યારે મિત્રો સાથે રહી તમામ ચિંતાઓ ભુલી જતાં હોવ છો.  તાંડવના શુટીંગ વખતે મારી સામે કોલેજકાળ ફરીથી ખડો થઇ ગયો હતો. હું અત્યંત ખુશ થયો હતો. અસલી કોલેજ કેમ્પસમાં શુટીંગ કરવાની અલગ જ મજા હતી. ૮૫ ટકા શુટીંગ અહિ જ કરવામાં આવ્યું છે. તાંડવમાં રાજકીય કાવાદાવા જોવા મળશે. સૈફ, ડિમ્પલ કાપડીયા, સુનિલ ગ્રોવર, તિગ્માંશુ ધુલીયા, ડિનો મોરીયા, કુમુદ મિશ્રા, ગોૈહર ખાન, અમાયરા દસ્તુર, કૃતિકા કામરા સહિતે ભુમિકા ભજવી છે.

 

(9:29 am IST)