Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

કબીર ખાન સાથે ફરી કામ કરશે સલમાન ખાન

મુંબઈ: બોલિવૂડના દબંગ સ્ટાર સલમાન ખાન ફરી એકવાર ડિરેક્ટર કબીર ખાન સાથે કામ કરતા જોવા મળી શકે છે. સલમાન ખાન હાલમાં 'રાધે' ફિલ્મમાં કામ કરી રહ્યો છે. 'રાધે' પછી સલમાન ખાલી બેસવા માંગતો નથી, તેથી તે ફિલ્મ સાઇન કરવાના મૂડમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સલમાન અને કબીરની મુલાકાત તાજેતરમાં જ થઈ હતી.કબીરે સલમાનને એક આઈડિયા સંભળાવ્યો જે સલમાનને ખૂબ ગમ્યો. કબીર જલ્દીથી સલમાનને સ્ક્રિપ્ટ કહેશે અને જો બધુ બરાબર થાય તો કબીર-સલમાનની ફિલ્મ ફરી શરૂ થઈ શકે છે. મહત્ત્વની વાત એ છે કે કબીરે સલમાન સાથે 'એક થા ટાઇગર', 'બજરંગી ભાઈજાન' અને 'ટ્યુબલાઈટ' બનાવી છે. કબીર ખાન હાલમાં રણવીર ભસાહ સાથે ફિલ્મ '83' બનાવી રહ્યો છે. ફિલ્મ '83' પછી કબીર સલમાન સાથે ફિલ્મ બનાવી શકે છે.

(4:25 pm IST)