Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

ઇમરાન હાશ્મીની 'ચીટ ઇન્ડિયા'ની રિલીઝ ડેટ બદલાઈ

મુંબઇ:  અભિનેતા ફિલ્મ સર્જક ઇમરાન હાશમીની દેશના શિક્ષણ તંત્રમાં પ્રસરેલા ભ્રષ્ટાચારની કથા કહેતી ફિલ્મ ચીટ ઇન્ડિયાની રિલિઝ ડેટ બદલવામાં આવી હોવાની જાણકારી મળી હતી.અગાઉ જાહેર થયા મુજબ ચીટ ઇન્ડિયા, મણીકર્ણિકા અને ઠાકરે ૨૫મી જાન્યુઆરીએ રજૂ થવાની હતી. એ સમયે એવા અહેવાલ પ્રગકટ થયા હતા કે શિવસેના બાકીની ફિલ્મોના સર્જકો પર એવું દબાણ લાવી રહી હતી કે તમારી ફિલ્મોની રિલિઝ ડેટ બદલાવો. ૨૫મીએ અમારે સોલો ફિલ્મ તરીકે ઠાકરેને રજૂ કરવી છે. ઠાકરે ફિલ્મ શિવસેના પ્રમુખ હિન્દુહૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેની બાયો-ફિલ્મ છે જેમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ બાળાસાહેબનો રોલ કર્યો છે. વરસો લગી બાળાસાહેબના સાથીદાર રહેલા શિવસેનાના સાંસદ સંજય રાઉતે આ ફિલ્મ બનાવી છે.રાઉતે એવા મિડિયા રિપોર્ટને રદિયો આપ્યો હતો કે શિવસેનાએ બાકીની બંને ફિલ્મોના સર્જકો પર દબાણ કર્યું હતું. આમ છતાં હવે ઇમરાન હાશમી કેમ્પે જાહેર કર્યું હતું કે અમારી ફિલ્મ એક અઠવાડિયું વહેલી એટલે કે ૧૮ જાન્યુઆરીએ રજૂ થશે. આમ હવે બે ફિલ્મો ૨૫ જાન્યુઆરી માટે બાકી રહે છે- ઠાકરે અને મણીકર્ણિકા. ચીટ ઇન્ડિયાના સર્જકોએ કહ્યંુ હતું કે અમે ફિલ્મ મોડી રજૂ કરવાનું વિચારીએ તો પ્રમોશનનો ખર્ચ વધી જવાની દહેશત રહે છે એટલે મોડી કરવાને બદલે એક સપ્તાહ વહેલી રજૂ કરી રહ્યા છીએ.રહી વાત મણીકર્ણિકાની. તો એની સાથે સંકળાયેલા સૂત્રે એવી માહિતી આપી હતી કે આ ફિલ્મની સ્પેશિયલ ઇફેક્ટ્સ (વીએફએક્સ ) હજુ પૂરી થઇ નથી એટલે આ ફિલ્મ ૨૫ જાન્યુઆરીએ રજૂ કરવાની અમારી ક્ષમતા નથી. આ ફિલ્મ છેક ૧૮૫૭ના બળવાની છે એટલે એમાં વીએફએક્સ વિના ચાલી શકે એમ નથી. ઔએનો અર્થ એવો થયો કે પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ માત્ર ઠાકરે રજૂ થશે. આ ફિલ્મ હિન્દી અને મરાઠી બંને ભાષામાં બની છે.

(6:54 pm IST)