Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

કપિલ શર્માના પહેલા જ અેપિસોડને સારી ટીઆરપી-પ્લેટફોર્મ મળ્યુ પરંતુ મહેનતાણુ ઘટ્યુઃ પહેલા અેક અેપિસોડના મળતા ૬૦થી ૮૦ લાખ હવે મળે છે માત્ર ૧પ લાખ

કપિલ શર્માએ ગયા અઠવાડિયે શાનદાર રીતે નવો શો શરૂ કર્યો. હાજરજવાબી કપિલને ફરીવાર સ્ક્રીન પર જોઈને જરા પણ નથી લાગતું કે તે એક વર્ષ સુધી સ્મોલ સ્ક્રીન પરથી ગાયબ હતો. દર્શક પણ કપિલના આ અંદાજને ખૂબ પસંદ કરી રહ્યા છે. શોના પહેલા એપિસોડને સારી ટીઆરપી મળી છે. જો કે કપિલને પ્લેટફર્મ તો મળ્યું છે પણ રૂપિયા બાબતે મોટો ઝટકો લાગ્યો છે.

કમબેક કર્યું પણ ફી ઘટી

કપિલ શર્માએ કમબેક તો કર્યું છે પરંતુ તે ખૂબ ઓછી ફીમાં કામ કરી રહ્યો છે. કપિલની ફી એક-બે લાખ નહીં 40-50 લાખ સુધી ઘટી ગઈ છે. ઓછી ફી લેવી કપિલની મજબૂરી હોઈ શકે છે. આ વખતે કપિલ સલમાન ખાન સાથે મળીને આ શો પ્રોડ્યુસ કરી રહ્યો છે. અગાઉ તે પોતાનો શો જાતે જ પ્રોડ્યુસ કરતો હતો.

હવે મળે છે આટલા લાખ

2016માં કપિલે પોતાના શોની શરૂઆત કરી હતી. આ શોમાં કપિલ સાથે સુનીલ ગ્રોવર, કીકૂ શારદા, ચંદન પ્રભાકર હતા. શોનું નામ કોમેડી કિંગ હતું. આ શો માટે કપિલ લગભગ 60-80 લાખ રૂપિયા ચાર્જ કરતો હતો. હવે જે રૂપિયા કપિલને મહેનતાણા પેટે મળે છે તે ખૂબ ઓછા છે. મીડિયામાં વહેતા થયેલા અહેવાલોનું માનીએ તો, કપિલને એક એપિસોડ માટે હવે 15 લાખ રૂપિયા મળે છે.

સલમાન ખાન આવશે નવા એપિસોડમાં

કપિલ સિવાય ભારતી અને કૃષ્ણાને એક એપિસોડના 10-12 લાખ રૂપિયા મળે છે. હાલ કપિલ રૂપિયા બનાવવામાં નહીં દર્શકોનું દિલ જીતવામાં લાગેલો છે. કપિલના શોમાં આ અઠવાડિયે મહેમાન તરીકે સલમાન ખાન, સલીમ ખાન, સોહેલ ખાન અને અરબાઝ ખાન આવશે.

(5:21 pm IST)