Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

ટીવી પરદાની ડાયને કર્યો જબરદસ્ત ડાન્સ

ભોજપુરી અભિનેત્રી મોનાલિસા હાલમાં ટીવી શો 'નજર'માં ડાયનનો રોલ નિભાવી દરેક ઘરમાં જાણીતી બની ગઇ છે. મોનાલિસા અવાર-નવાર પોતાની હોટ એન્ડ બોલ્ડ તસ્વીરો સોશિયલ મિડીયા પર પોસ્ટ કરતી રહે છે. 

તાજેતરમાં મોનાલિસાએ સિમ્બા ફિલ્મના રિ-ક્રિએટ ગીત આંખ મારે ઓ લડકા આંખ મારે...પર જબરદસ્ત ડાન્સ કરી આ વિડીયો સોશિયલ મિડીયા પર પોસ્ટ કરતાં જ વાયરલ થઇ ગયો હતો. મોનાલિસાના લટકા-ઝટકા તેના ચાહકોએ ખુબ પસંદ કર્યા છે. લીલા રંગના સૂટમાં તે ગજબની દેખાઇ રહી છે. આ ડાન્સમાં મોનાલિસા સાથે નજર શોની સાથી કલાકાર નિયતી ફતનાની પણ છે. મોનાલિસા ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં ખુબ મોટુ નામ છે. તેનું સાચુ નામ અંતરા વિશ્વાસ છે. ૧૦૦થી વધુ ભોજપુરી ફિલ્મો તે કરી ચુકી છે. 

 

(10:12 am IST)