Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

ચાહકોને ખુબ ગમ્યો અજયનો તાનાજી લૂક

બોલીવૂડ અભિનેતા અજય દેવગણ હાલમાં પરિવાર સાથે રજા માણી રહ્યો છે. એ પછી તે તુરત જ ફિલ્મ 'તાનાજી-ધ અનસંગ વોરિયર'નું શુટીંગ પુરૂ કરવામાં કામે લાગી જશે. આ ફિલ્મનો અજયનો પહેલો લૂક રિલીઝ કરાયો છે. જેને ચાહકોએ ખુબ પસંદ કર્યો છે. અજય હવામાં ઉડતો દેખાઇ રહ્યો છે, માથે સાફો છે અને મોઢુ પણ ઢાંકેલુ છે. તેના એક હાથમાં તલવાર જોવા મળી રહી છે. હેપ્પી ન્યુ યર...એવા કેપ્શન સાથે અજયએ તાનાજીનો પોતાનો લૂક ચાહકો સમક્ષ મુકયો છે. આ ફિલ્મમાં તે મરાઠા યોધ્ધાના રોલમાં છે અને સૈફ અલી ખાન નેગેટીવ રોલ નિભાવી રહ્યો છે. કાજોલને પણ ખાસ રોલ અપાયો છે. અજય માટે આ ફિલ્મ ખુબ જ મહત્વની છે. ૨૨મી નવેમ્બરના રોજ આ ફિલ્મ રિલીઝ કરવામાં આવશે. આ સિવાયની અજયની બે ફિલ્મોનું કામ પણ ચાલી રહ્યું છે.

(10:12 am IST)