Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

ચીનમાં 'દંગલ' ફિલ્મે તોડ્યા રેકોર્ડ

મુંબઈ:બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ અભિનેતા ફિલ્મ સર્જક આમિર ખાનની સુપરહિટ નીવડેલી ફિલ્મ દંગલે ચીનમાં પણ નંબર વનનો ક્રમ મેળવી લીધો હોવાની માહિતી મળી હતી. ચીનમાં દેશીવિદેશી ફિલ્મોની આવક અને પરિસ્થિતિનો ક્યાસ કાઢીને આંકડા રજૂ કરતી સંસ્થા આઇએમડીબીએ જાહેર કર્યું હતું કે દંગલ ચીનમાં નંબર વન ફિલ્મ બની ગઇ હતી. અગાઉ આ ફિલ્મે દેશવિદેશમાં આવકના નવા વિક્રમો સર્જ્યા હતા. હરિયાણાના કુસ્તીબાજ મહાવીર ફોગાટે પરંપરાનો ભંગ કરીને પુત્રને બદલે પુત્રીઓને વ્યાવસાયિક કુસ્તીબાજ બનાવી એના પરથી મહાવીરની આ બાયો-ફિલ્મ બની હતી જેમાં આમિર ખાને પોતે મહાવીરનો રોલ કર્યો હતો અને ટીવી સ્ટાર સાક્ષી તંવરે મહાવીરની પત્નીનો રોલ કર્યો હતો. આ ઉપરાંત ફાતિમા સના શેખ,સાન્યા મલ્હોત્રા અને ઝાઇરા વસીમ આ ફિલ્મમાં ચમક્યાં હતાં. આ ફિલ્મે શાહરુખ ખાન અને સલમાન ખાનની અગાઉની ફિલ્મોના આવકના આંકડાને પાછળ રાખી દીધા હતા. સમગ્ર દુનિયાની વાત કરીએે તો આ ફિલ્મે વિશ્વવ્યાપી ૨૦૦૦ કરોડનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મનંુ નિર્દેશન નીતેશ તિવારીએે કયુંર્ હતું. આ ફિલ્મ ભારતમાં ૨૦૧૬ના ક્રિસમસની પૂર્વસંધ્યાએ ૨૩મી ડિસેંબરે રજૂ થઇ હતી.
 

(5:41 pm IST)
  • બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ સહિતના 16 આરોપીઓને આજે ચારા કૌભાંડના કેસમાં સજા ફટકારવામાં આવવાની હતી, પરંતુ હવે તેમની સજા કાલે જાહેર કરવામાં આવશે એમ જાણવા મળી રહ્યું છે. access_time 3:43 pm IST

  • ભારતે લીધો બદલોઃ ૧૦ થી ૧૨ પાકિસ્તાની સૈનિકોને ભારતીય સેનાએ કર્યા ઠારઃ ર પાકિસ્તાની ચોકી પણ ઉડાવી access_time 1:17 pm IST

  • હાલની પરિસ્થિતિ જોતા ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ બદલાય તેવી સેવાય રહેલી શક્યતા : ભાજપ હાઈકમાન્ડે પ્રભારી બદલવાનું મન બનાવી લીધું હોવાની થઇ રહેલી ચર્ચા : હાલ શ્રી યાદવને કર્ણાટકની ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. access_time 4:21 pm IST