Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

સનિ લિયોન બાદ અર્શી બીજી મોસ્ટ સર્ચ સેલિબ્રિટી

બિગ બોસ બાદ એક ફિલ્મ પણ સાઇન કરી :બિગ બોસ-૧૧માં ભાગ લીધા બાદ અર્શી ખાનની દેશમાં લોકપ્રિયતા રોકેટ ગતિથી વધી રહી હોવાના હેવાલ

મુંબઇ,તા. ૪: બિગ બોસ-૧૧માં ભાગ લીધા બાદ ભારતીય મોડલ, અભિનેત્રી અને રિયાલિટી પર્સનાલિટી અરશી ખાનની લોકપ્રિયતા અતિ ઝડપથી વધી રહી છે. તે હવે સેક્સી સ્ટાર સની લિયોન બાદ દેશમાં ગુગલ ઇન્ડિયાની બીજી સૌથી વધારે સર્ચ કરવામાં આવતી સેલિબ્રિટી તરીકે ઉભરી આવી છે. એટલામાં ઓછુ હોય તેમ તેને બોલિવુડમાં ફિલ્મ પણ મળવા લાગી ગઇ છે. બિગ બોસના ઘરમાં રહ્યા બાદ અર્શી ખાને જોરદાર લોકપ્રિયતા જગાવી હતી.અર્શી ખાન હવે ભારતની સાથે સાથે વિદેશમાં પણ લોકપ્રિયતા મેળવી રહી છે. અર્શી થિયેટરમાં એક્ટિંગની શરૂઆત કરી ચુકી છે. જો કે તે ધીમે ધીમે લોકપ્રિય થવા લાગી ગઇ હતી. હવે તે બિગ બોસ બાદ સૌથી વધારે લોકપ્રિય થઇ રહી છે. બિગ બોસ-૧૧ મારફતે તે તમામ ચાહક વર્ગમાં જાણીતી બની ગઇ છે. મોડલિંગ ઇન્ડ્સ્ટ્રીઝ તરફથી પણ તેને ઓફર મળવા લાગી હતી. વર્ષ ૨૦૧૪માં અર્શી ખાન મિસ ગ્લોરી અર્થ બ્યુટી સ્પર્ધા જીતી ગઇ હતી. વર્ષ ૨૦૧૪માં તેબિકિની ઓનલાઇન સ્પર્ધામાં બીજા સ્થાને રહી હતી. તમામ લોકો જાણે છે કે તેની ભારતની પ્રથમ મેઇનલાઇન બોલિવુડ ફોરડી ઐતિહાસિક એક્શન ફિલ્મ લાસ્ટ એમ્પાયર માટે પસંદગી કરવામાં આવી હતી. બિગ બોસ-૧૧માં તે ભાગ લઇને તમામમાં છવાઇ ગઇ હતી. શોના છેલ્લા બે શોમાં તેના નામ પર વિચારણા કરવામાં આવી હતી. જો કે તે સ્થાન મેળવી શકી ન હતી. સમ્બેમ્બર ૨૦૧૫માં ખાને કહ્યુ હતુ કે તે પાકિસ્તાનના ક્રિકેટર શાહિદ આફ્રિદી સાથે સંબંધ ધરાવે છે. આફ્રિદીના બાળકની માતા બનનાર હોવાનો દાવો પણ કર્યો હતો. જો કે મોડેથી આ દાવાને રદિયો આપ્યો હતો. અર્શીએ કહ્યુ હતુ કે તે સગર્ભા હોવાની ખોટી વાત કરી રહી હતી. એ જ વર્ષે અર્શી ખાને દાવો કર્યો હતો કે ચર્ચાસ્પદ રાધે મા વેશ્યાવૃતિ નેટવર્ક ચલાવે છે. તેમાં સામેલ થવા માટે તેને કહેવામાં આવ્યુ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૬માં તેની સામે હાફિઝ મોહમ્મદ સઇદ દ્વારા ફતવો જારી કરવામાં આવ્યો હતો. બિકિનીમાં તેના ફોટોના કારણે તેની સામે આ ફતવો જારી કરવામાં આવ્યો હતો.

વર્ષ ૨૦૧૬માં અર્શી ખાનની ધરપકડ પણ પુણેમાં એક વેશ્યાવૃતિ નેટવર્કના મામલે કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૭માં ગહના વશિષ્ઠે દાવો કર્યો હતો કે અર્શી ક્યારેય આફ્રિદીને મળી નથી. બિગ બોસમાં તેના રોકાણ દરમિયાન તેની સામે જલંધરમાં એક કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યુ  હતુ. અર્શી ખાન ભારતમાં હવે જોરદાર રીતે લોકપ્રિયતા મેળવી રહી છે.

(3:51 pm IST)
  • મુંબઈના મરોલ વિસ્તારની મૈમુલ બિલ્ડિંગમાં આગ લાગવાથી એક જ કુટુંબના ચાર લોકોના મોતથી અરેરાટી ફેલાઈ ગઈ છે access_time 9:07 am IST

  • લખતર-અમદાવાદ હાઇવે પર વિઠલાપરા ગામ પાસે સુરેન્દ્રનગર તરફથી આવી રહેલ ટ્રક નં. આરજે રર જીએ ૦૭૭૧ની સાઇડ કાપીને આગળ જવા નિકળવાનો પ્રયાસ કરી રહેલ બાઇક ચાલક લીંબડી તાલુકાના જાળીયાણ ગામના વાલજીભાઇ અરજણભાઇ કોળી સામેથી વાહન આવતા બાઇક ઉપરથી પડી જવાથી ટ્રકના વ્હીલ નીચે આવી જતા મોત નિપજયું છે access_time 5:28 pm IST

  • બિહારને રણજી ટ્રોફી અને અન્ય રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટોમાં ભાગ લેવા સુપ્રિમ કોર્ટ દ્વારા બીસીસીઆઈને નિર્દેશ access_time 4:22 pm IST