Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

વેબ સિરીઝમાં જોવા મળશે બોલીવૂડની અનેક હસ્તીઓ

બોલીવૂડની ફિલ્મોની સાથે સાથે વેબસિરીઝનો પણ ક્રેઝ છે. ભારતમાં ઇન્ટરનેટ અને સ્માર્ટ ફોનના વધેલા ઉપયોગને કારણે ઓનલાઇન શો જોવાનું ચલણ વધ્યું છે. ગયા વર્ષે અનેક વેબસિરીઝ લોકોને ગમી  હતી. આ વર્ષે પણ જુદી-જુદી વેબસિરીઝ આવશે. જેમાં બોલીવૂડની અનેક હસ્તીઓ જોવા મળશે. આર. માધવન, મંદિરા બેદી, ઇરફાન ખાન, નિમરત કોૈર, સૈફ અલી ખાન, નવાજુદ્દિન સિદ્દીકી સહિતના કલાકારો જોવા મળશે. માધવન અમેઝન પ્રાઇમ બ્રીથ નામની સિરીઝ કરી રહ્યો છે. મંદિરા માફીયા ડોનની પત્નિના રોલમાં જોવા મળશે. ઇરફાન રાજકીય વ્યંગ પર આધારીત સિરીઝમાં કામ કરી રહ્યો છે. નિમત્ર એકતા કપૂરની વેબ સિરીઝ કરી રહી છે.

(1:10 pm IST)