Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

રાણા દુગ્ગુબાતીની ફિલ્મનો ફર્સ્ટલુક રિલીઝ

મુંબઈ:બોલીવુડની સાથે-સાથે સમગ્ર દુનિયામાં ફિલ્મ બાહુબલીથી પોતાની ઓળખ ઉભી કરનાર અભિનેતા રાણા દુગ્ગુબાતીએ નવા વર્ષની શરૃઆતમાં જ પોતાના પ્રશંસકોને નવી ભેટ આપી છે. અભિનેતાએ પોતાની આગામી ફિલ્મની જાહેરાત કરી તેનો ફર્સ્ટલુક પણ જાહેર કર્યો હતો. આ ફિલ્મમાં રાણા દુગ્ગુબાતી હાથી સાથે નજરે પડશે. આ ફિલ્મનુ નામ ૧૯૭૧માં રીલીઝ થયેલ બોલીવુડ અભિનેતા રાજેશ ખન્નાની ફિલ્મ હાથી મેરે સાથી જ રાખવામાં આવ્યુ છે. 
રાણાએ ફિલ્મની જાહેરાતની સાથે જ તેનો ફર્સ્ટલુક પણ જાહેર કર્યો છે. આપને જણાવી દઈએ કે, રાણાની આ ફિલ્મ ચાલુ વર્ષે દિવાળીના તહેવારમાં રીલીઝ કરવામાં આવશે. ફિલ્મને પ્રભુ સોલોમન ડાયરેક્ટ કરી રહ્યા છે. જેમાં રાણા બનદેવ નામના એક વ્યક્તિના પાત્રમાં નજરે પડશે. ફિલ્મના ફર્સ્ટલુકમાં અભિનેતા હાથીની સાથે જોવા મળી રહ્યો છે અને તેને બચાવતો જોવા મળે છે. આ ફિલ્મ હિન્દી, તેલુગુ અને તમિલ ભાષામાં રીલીઝ કરાશે. 

(5:45 pm IST)
  • વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે ભારત સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં હિન્દી ભાષાને અધિકૃત ભાષાનો દરજ્જો દેવડાવવા માટે જરૂરી ખર્ચ કરવા તૈયાર છે, પરંતુ તેમાં યુએનના નિયમો અવરોધરૂપ છે. વાસ્તવમાં, યુએનમાં સત્તાવાર દરજ્જો દેવડાવવા માટે 193 દેશોમાં 129 દેશોનું સમર્થન જરૂરી છે. access_time 10:12 am IST

  • જમ્મુ કાશ્મીરઃ આરએસપુરા સેકટરમાં બીએસએફને મોટી સફળતાઃ એક ઘુસણખોરને ઠાર કરાયોઃ પાક.ની બે ચોકીઓ પણ ઉઠાવી access_time 12:19 pm IST

  • જાપાનના બોનિન ટાપુ પાસે આવ્યો ૫.૪ની તીવ્રતાનો ભૂકંપ access_time 10:42 am IST