Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

પ્રિયંકા ચોપડાના પ્રોજેક્ટમાં નાનકડી ભૂમિકામાં નજરે પડશે આલિયા ભટ્ટ

મુંબઇ: પ્રિયંકા ચોપરાએ નિર્માત્રી તરીકે બે ફિલ્મોથી પાળી શરૃ કરી રહી છે. એમાંની એક ફિલ્મ માટે પ્રિયંકાને બોલીવૂડની ટોચની હિરોઇન ફક્ત પાંચ-છ દ્રશ્યો માટે સાઇન કરવી છે. પરંતુ કોઇ આટલા નાના કામ માટે તૈયાર થતી નહોતી. પરંતુ પ્રિયંકા અને આલિયા તાજેતરમાં મળ્યા હોવાથી મહેશ ભટ્ટની પુત્રી પ્રિયંકાની ફિલ્મમાં કામ કરશે તેવી ચર્ચા છે. પ્રિયંકા આ મુદ્દે ચર્ચા કરવા આલિયાને મળી હતી. બન્ને જણાએ ફિલ્મ અને તેના પાત્ર વિશે લાંબી ચર્ચા કરી હતી. જોકે આલિયાએ હજી સુધી આ ફિલ્મમાં પાંચ-છ દ્રશ્યો ભજવવાની પ્રિયંકાને ખાતરી આપી નથી. ફિલ્મના આ સીન્સ બાળકો અને કુતરા સાથે સામાજિક સંદેશો આપતા છે. આલિયા પણ પ્રિયંકાની માફક પ્રાણી પ્રિય છે. આલિયાને આ પાંચ-છ દ્રશ્યો ભજવવામાં કોઇ તકલીફ નથી, પરંતુ તારીખોની મુશ્કેલીઓ છે. ત ે ઝોયા અખ્તર, અભિષેક વર્મન અને મેેઘના ગુલઝારની ફિલ્મો માટે તારીખો આપી ચુકી છે. 

 

(5:45 pm IST)
  • દલીતો ઉપરના અત્યાચારના વિરોધમાં ધોરાજીમાં એક યુવકે શર્ટ કાઢીને નવતર વિરોધ વ્યકત કર્યો હતો અને ગળામાં માટીની માટલી પહેરીને સરકાર સામે આક્રોશ વ્યકત કરીને દલીતો ઉપર અત્યાચાર બંધ કરોના નારા લગાવ્યા હતા access_time 5:29 pm IST

  • બોલીવુડમાં લગ્ન કરવાની જાણે હોડ લાગી હોય તેમ હવે રણવીરસીહ અને દીપિકા પાદુકોણ પણ 5 જાન્યુઆરીએ, દીપિકાના ૩૨માં જન્મદિવસે સગાઈ કરવાના હોવાનું જોરશોરથી ચર્ચાય રહ્યું છે. હાલમાંજ બન્નેએ થર્ટી ફર્સ્ટની ઉજવણી એકસાથે શ્રીલંકામા કરી હોવાનું મીડ-ડે અખબારના હવાલાથી જાણવા મળે છે. access_time 10:13 am IST

  • જમ્મુ અને કાશ્મીરના આરએસ પુરા સેક્ટરના અર્નિયા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) દ્વારા એક ઘૂસણખોરને ઠાર કરાયો છે. access_time 9:52 am IST