Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

ટ્રોલર્સની વાતો ધ્યાને લેતી નથીઃ એશા

ફિલ્મોને કારણે જેટલી ચર્ચામાં રહે છે તેના કરતાં વધુ પોતાના કામોત્તેજક ફોટાઓને કારણે ચર્ચામાં રહેતી અભિનેત્રી એશા ગુપ્તાને ટ્રોલર્સ સતત નિશાન બનાવતાં રહે છે. થોડા સમય પહેલા તેણે પોતે ઘરની બાલ્કનીમાં સૂર્યનો તડકો લેતી હોય તેવા ફોટા મુકતાં અને તેમાં તેનો વાંસો ઉઘાડો હોઇ ટ્રોલર્સ તેના પર તૂટી પડ્યા હતાં. જો કે એશાએ કહ્યું હતું કે મને આવા લોકોથી કોઇ જ ફરક પડતો નથી. આવી કોમેન્ટ્સ સમાજમાં રહેલો સ્ત્રી-પુરૂષનો ભેદભાદ પ્રગટ કરે છે. પુરૂષ અભિનેતાઓ પણ ઉઘાડા ડીલે ફોટા મુકતાં જ રહે છે. ત્યારે તેની સોૈ પ્રશંસા કરે છે. એશા કહે છે હું ટ્રોલર્સની એકપણ વાત કાને લેતી નથી. હું એટલી સમજદાર થઇ ગઇ છું કે આવી વાતોની કોઇ પ્રતિક્રિયા જ આપવી નહિ. મને એ જરૂરી પણ નથી લાગતું. તમે કંઇપણ કરશો તો પણ લોકો તમારી સામે આંગળી ચીંધશે જ. મેં સાડી પહેરેલો ફોટો મુકયો ત્યારે પણ લોકોએ ખોટી કોમેન્ટ્સ કરવામાં બાકી રાખ્યું નહોતું. મેકઅપ વગર ફોટા મુકું તો લખે છે કે હું આમાં જરાય શોભતી નથી. હું મારી મરજી મુજબ જીવનારી યુવતિ છું.

(10:11 am IST)