Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

સસ્પેન્સ કોર્ટરૂમ ડ્રામામાં વિનય, રણવીર એક સાથે

સસ્પેન્સ અને કોર્ટ રૂમ ડ્રામાના શોખીનો માટે એક નવી ફિલ્મ આવી રહી છે. આગામી સત્તરમી ડિસેમ્બ્રે રિલીઝ થનારી આ ફિલ્મનું નામ '૪૨૦ આઇપીસી' એવું છે. આ ફિલ્મમાં અભિનેતા વિનય પાઠક, રણવીર શૌરી, ગુલ

પનાગ અને રોહન વિનોદ મેહરાની  મુખ્ય ભુમિકા છે. આ ફિલ્મને ઝીફાઇવ પર રિલીઝ કરવામાં -ાવશે.  દર્શકો વિનય પાઠકને એક એકાઉન્ટન્ટના રોલમાં નિહાળી શકશે. કહાની કંઇક એવી છે કે વિનય આર્થિક ગોટાળાના આક્ષેપોને કારણે પકડાઇ જાય છે. તેની ધરપકડ બાદ તેને છોડાવવાના પ્રયાસો થાય છે. રોહન વિનોદ મહેરા વિનયના વકિલના રોલમાં છે. જ્યારે રણવીર શોૈરી પારસી સરકારી વકિલનું પાત્ર નિભાવી રહ્યો છે. ગુલ પનાગ વિનય પાઠકની પત્નિના રોલમાં જોાવ મળશે. સસ્પેન્સ કોર્ટ રૂમ ડ્રામા ફિલ્મને મનિષ ગુપ્તાએ ઝી ફાઇવ સાથે મળીને બનાવી છે. અગાઉ તેણે સેકશન ૩૭૫ બનાવી હતી.

(10:10 am IST)