Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

સદાબહાર અભિનેતા - નિર્દેશક - પદ્મભૂષણ દેવ આનંદની આજે પુણ્યતિથિ

ચાલ, સ્માઈલ અને વાળ સાથે ડાયલોગ ડિલિવરીની પણ તેમની એક આગવી અદા : અનેક સુપરડુપર ફિલ્મોમાં નાયકની ભૂમિકા " નવ કેતન ' નામની ફિલ્મ નિર્માણ કંપની શરૂ કરી : 22 વર્ષની વયે મુંબઈ આવેલા (ધરમદેવ પીશોરીમલ આનંદ ) દેવ આનંદ 88 વર્ષની વયે પણ યુવાન હતા

મુંબઈ : ભારતીય હિન્દી ફિલ્મના સદાબહાર દેવ આનંદએ ભારત દેશનાં હિન્દી ફિલ્મોનાં એક અભિનેતા છે. તેનું પુરૂનામ ધરમદેવ પીશોરીમલ આનંદ છે. તેનો જન્મ સપ્ટેમ્બર ૨૬,૧૯૨૩ નાં રોજ થયો હતો. ફિલ્મોનાં પ્રેમને લીધે તેઓ મુંબઈ શહેરમાં આવ્યા અને ત્યાં ચર્ચગેઈટ ની પાસે આવેલ મિલિટ્રી કેન્સર ઓફિસમાં મહિને ૧૬૦ રૂ.ની નોકરી સ્વીકારીને પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

 દેવ આનંદે ..૧૯૪૬ માં આવેલી હમ એક હૈ ફિલ્મમાં પ્રથમ વખત અભિનય આપ્યો અને ..૧૯૪૮ માં આવેલી તેમની ફિલ્મ "ઝિદ્દી" ખુબજ સફળ રહી હતી. ફિલ્મોમાં સફળ થયા બાદ તેઓએ પોતાની "નવકેતન" નામની ફિલ્મ નિર્માણ કંપની શરૂ કરી હતી. ભારતીય ફિલ્મોમાં યોગદાન કરવા બદલ ..૨૦૦૧ માં તેમને પદ્મભૂષણ નું સન્માન અપાયુ હતું

  દેવ આનંદે જ્યારે મુંબઈમાં આગમન કર્યુ ત્યારે તેઓ 22 વર્ષના યુવાન હતા અને તેઓ ત્યારે પણ 88 વર્ષના યુવાન હતા જ્યારે તેમણે લંડનમાં 3 ડિસેમ્બર 2011ના રોજ વિદાય લીધી.હતી

દેવ આનંદની ચાલ, સ્માઈલ અને વાળ બાબતે તેમની પોતાની એક આગવી અદા  હતી. તેમના ડાયલોગ ડિલિવરીની પણ એક ખાસ અદા હતી. એક્ટરના રૂપમાં તેમના કેરિયરની શરૂઆત વર્ષ 1946માં 'હમ એક હૈ' ફિલ્મ દ્વારા થઈ હતી. સન 1947માં 'જિદ્દી' રજૂ થઈ. ફિલ્મમાં તેમણે એક અભિનેતાના રૂપમાં ફિલ્મનગરીમાં સ્થાપિત કરી દીધી. ત્યારબાદ દેવ સાહેબે 'પેઈંગ ગેસ્ટ', 'બાજી', 'જ્વેલથીફ', 'સીઆઈડી', 'જોની મેરા નામ', 'અમીર-ગરીબ', ;વોરંટ', 'હરે રામા હરે કૃષ્ણા' અને 'દેશ પરદેશ' જેવી ઘણી હિટ ફિલ્મો આપી.હતી

ભારતીય સિનેમામાં ઉલ્લેખનીય યોગદાન માટે દેવ આનંદને વર્ષ 2001માં પ્રતિષ્ઠિત 'પદ્મભૂષણ'નું સન્માન મળ્યુ અને 2002માં તેમને દાદા સાહેબ ફાળકેનો પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો

(1:46 pm IST)