Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

ટાઇગરની શ્રોફની હોલીવૂડ ટાઇપ એકશન

વોર પછી ટાઇગર શ્રોફ હવે સંપુર્ણ ધ્યાન તેની ફિલ્મ બાગી-૩ પર કેન્દ્રીત કરી રહ્યો છે. આ ફિલ્મનું સ્તર અગાઉના બે ભાગ કરતાં વધુ એકશનથી ભરપુર બનાવવાનું છે. તાજેતરમાં એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ટાઇગર હોલીવુડની ફિલ્મ મેટ્રિકસના આઇકોનિક સીનને રીક્રિયેટ કરી રહેલો દેખાય છે. ટાઇગર તેની સ્ટાઇલમાં હોલીવુડના એકશનનો સાથે એકદમ જબરદસ્ત દેખાઈ રહ્યો છે તેનો વીડિયો ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. અહીં તે મૂન વોક સાથે માઇકલ જેકસનના તમામ ડાન્સ મૂવ્સ પણ કરી રહ્યો છે.  બાગી અને બાગી ૨ ફિલ્મ ટાઇગરની એકશન માટે જાણીતી છે. ટાઇગર આ વખતે બાગી-૩થી પોતાનો રેકોર્ડ તોડતો દેખાશે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ટાઇગર પોતે પણ તેના સ્ટન્ટ્સ કોરિયોગ્રાફ કરવાનો છે. આ માટે ટાઇગરે પોતે એક ઈન્ટરવ્યુમાં આ સંકેત આપ્યો છે. તેણે કહ્યું હતું કે હું મારા એકશન સીનને જાતે કંટ્રોલ કરી રહ્યો નથી. ફકત કેટલાક રીફ્રેશ પૂરા પાડી રહ્યો છે. ઙ્ગએકશન આ વખતે બાગી ૩ ની સૌથી મોટી યુએસપી બની શકે છે.

(12:34 pm IST)
  • સાંજે 6-30 આસપાસ કેશોદ ફરતા 10 કિલોમીટરમાં જોરદાર વરસાદ પડી ગયાનું શ્રી બિપિન રૂઘાણીએ જણાવ્યું છે તેમણે કહેલ કે રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા છે તેવો વરસાદ પડી ગયો છે access_time 7:01 pm IST

  • રાષ્ટ્રીય માનવાધિકાર જાગ્યું : યૌન શોષણની ઘટનાઓ પર કેન્દ્ર અને રાજ્યો પાસેથી અહેવાલ માંગ્યો : રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે દેશમાં વધતી યૌન શોષણની ઘટનાઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરતા આ મામલે મીડિયા અહેવાલ બાદ કેન્દ્ર અને રાજ્યો પાસેથી વિસ્તૃત અહેવાલ access_time 1:08 am IST

  • પાકિસ્તાન મરીન એજન્સી ગુજરાત દરિયાકાંઠેથી 18 માછીમારો સહિત 3 બોટ બળજબરીથી ઉપડી ગયાનું જાહેર થયું છે access_time 12:50 am IST