Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

'ધ ડર્ટી પિક્ચર' ફિલ્મે મારી જિંદગી કાયમ માટે બદલી નાખી.:વિદ્યા બાલન

મુંબઈ :ફિલ્મ અભિનેત્રી વિદ્યા બાલને 'ધ ડર્ટી પિક્ચર'માં હીરોઇનોના કન્વેન્શનલ લૂકથી કંઇક હટકે કરીને તેના ભરાવદાર ફિગરને પ્રાઉડલી પેશ કર્યું હતું. સાઉથની હોટ એક્ટ્રેસ સિલ્ક સ્મિતાના જીવન પર આધારિત તે ફિલ્મની રિલીઝને રવિવારે 7 વર્ષ પૂરા થયા હતા.

  આ પ્રસંગે વિદ્યાએ ઇન્સ્ટાગ્રામ પર એક ઇમોશનલ પોસ્ટ મૂકતાં જણાવ્યું કે 'ધ ડર્ટી પિક્ચર' ફિલ્મે મારી જિંદગી કાયમ માટે બદલી નાખી. વિદ્યાએ આ પોસ્ટમાં લખ્યું છે કે, '7 વર્ષ અગાઉ 2 ડિસેમ્બર, 2011ના રોજ 'ધ ડર્ટી પિક્ચર' રિલીઝ થઇ અને મારી જિંદગી કાયમ માટે બદલાઇ ગઇ, પરંતુ જ્યારે પણ કોઇ મને એમ પૂછે કે મેં તે રોલ કેવી રીતે કર્યો? ત્યારે મને સમજાતું નથી કે મારે શું કહેવું? કદાચ ફિલ્મના દિગ્દર્શક મિલને મારા માટે તે સરળ બનાવી દીધું હતું.

  અત્રે ઉલ્લેખનિય છે કે, 'ધ ડર્ટી પિક્ચર' ફિલ્મે દુનિયાભરમાં કુલ 114 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મમાં વિદ્યા બાલન ઉપરાંત નસીરુદ્દીન શાહ, ઇમરાન હાશમી અને તુષાર કપૂર સહિતના કલાકારો જોવા મળ્યા હતા.

(8:52 pm IST)