Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

બે ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત આલિયાની ઉડી ગઈ ઊંઘ

મુંબઈ:આજ કાલ આલિયા ભટ્ટની નીંદર હરામ થઇ ગઇ છે. જી ના, એમાં કંઇ ગભરાવા જેવુ કે ટેન્શન લેવા જેવુ નથી. એ તો બ્રહ્માસ્ત્ર અને કલંક નામની બેઉ ફિલ્મોના એકધારા શૂટિંગમાં વ્યસ્ત હોવાને કારણે આમ બન્યુ છે. આ બેઉ ફિલ્મોનું બે પાળીમાં શૂટિંગ થઇ રહ્યું છે એના કારણે એને પૂરતી ઊંઘ મળી નથી રહી. બેઉ ફિલ્મોમાં આલિયા મહત્ત્વનું પાત્ર ભજવી રહી છે અને વાર્તાની ડિમાન્ડ અનુસાર બેઉ ફિલ્મોના શૂટિંગ માટે એની ડિમાન્ડ છે. આ બન્ ને ફિલ્મો આમ તો ધર્મા પ્રોડક્શનની જ છે, પણ એ બેઉ ફિલ્મોનું શૂટિંગ મુંબઇના બે વિરુદ્ધ છેડે થઇ રહ્યુ છે એ જરા કપરૃ થઇ પડયુ છે. નિર્દેશક અભિષેક બર્મનની મલ્ટિ સ્ટરર ફિલ્મ કલંકનો સેટ ઉત્તર મુંબઇમા છેક દહીંસરમાં લાગેલો છે તો ફિલ્મ બ્રહ્માસ્ત્રનું શૂટિંગ દક્ષિણ મુંબઇમાં થઇ રહ્યું છે. વળી, હાલમાં શહેરમાં દિવસ રાત મેટ્રોનું કામ ચાલી રહ્યું હોવાથી ટ્રાફિક જામની સમસ્યા તો હોય જ છે. પશ્રિમ મુંબઇના મોટા ભાગના રસ્તાઓ પર આ મેટ્રો જાળ ફેલાયેલી છે, જેને લીધે મુંબઇના એક છેડેથી બીજે છેડે જવામાં જ કલાકોના કલાકો વેડફાઇ જાય છે. આલિયાનો મોટા ભાગનો સમય બે ફિલ્મોના શૂટિંગ અને બેઉ છેડે પહોંચવામાં જ વ્યતીત થાય છે. હજુ પણ ફિલ્મની વાર્તાની જરૃરત મુજબ આલિયાએ થોડા દિવસ આ જાતનું શિડયુલ સહન કરવું પડશે.

 

(5:11 pm IST)