Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

કેન્સરનો ઈલાજ કરાવીને મુંબઈ પાછી આવી સોનાલી બેન્દ્રે

મુંબઈ :ફિલ્મ અભિનેત્રી સોનાલી બેન્દ્રો કેન્સરનો ઈલાજ કરાવીને ન્યૂયોર્કથી પાછી મુંબઈ આવી ગઈ છે. લગભગ પાંચ મહિના બાદ સોનાલી મુંબઈ આવી છે. મુંબઈ પહોંચ્યા બાદ સોનાલી બેન્દ્રેના પતિ ગોલ્ડી બહેલે જણાવ્યુ કે સોનાલી હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેનો ઈલાજ બંધ થઈ ગયો છે. જો કે વાતની આશંકા છે કે આ બિમારી પાછી આવી શકે છે એટલા માટે તેમનુ રેગ્યુલર ચેકઅપ થતુ રહેશે.

(12:43 pm IST)
  • મોડી સાંજે મુંબઇના ગોરંગાવમાં આઇટી પાર્કમાં ભીષણ આગ ભભૂકી: ફાયર બ્રિગેડની છ ગાડીઓ આરે કોલોની નજીક પહોંચી : ખુલ્‍લા પ્‍લોટમાં લાગી આગ : ભરચક્ક વિસ્‍તારમાં આગ લાગતા દોડધામ: આગ લાગવાની ઘટનામાં પોલીસ સહિતની અેજન્‍સીઓ સતર્ક : તપાસ ચાલુ access_time 12:25 am IST

  • રાજદ્રોહના કેસમાં છેલ્લા ઘણા સમયથી જેલમાં બંધ PAASના નેતા અલ્પેશ કથીરિયાને આજે સુરતના રાજદ્રોહના કેસમાં જામીન મળી ગયા : અગાઉ તેમને અમદાવાદના કેસમાં જામીન મળી ગયા હતા access_time 6:19 pm IST

  • અરૂણાચલ પ્રદેશ : ભારતમાં ઘુસણખોરી કરતાં NDFBના 9 આતંકીઓની કરાઇ ધરપકડ :આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો ઝડપાયા access_time 12:02 pm IST