Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

'બોમ્બેરિયા'માં રાધીકાનો વધુ એક વખત દમદાર રોલ

રાધીકા આપ્ટે એક એકથી ચઢીયાતા રોલ કરવા માટે જાણીતી છે. હવે તે નિર્દેશક પિયા સુકન્યાની ફિલ્મ 'બોમ્બેરિયા'માં કામ કરી રહી છે. ત્રણ વર્ષથી બની રહેલી આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થઇ ગયું છે. આ ફિલ્મમાં એવી કહાની છે કે જેમ બાળપણની વાર્તાઓમાં રાક્ષસનો જીવ એક પોપટમાં હોય છે એ રીતે અહિ એક પાત્રનો જીવ તેના મોબાઇલ ફોનમાં હોય છે. ફિલ્મમાં રાધીકા દમદાર પાત્ર ભજવી રહી છે. મોબાઇલ ફોનમાં સંગ્રહ કરાયેલા પોતાની જિંદગીના તમામ રહસ્યોને બચાવવા માટે સંઘર્ષ કરતી છોકરીના રોલમાં રાધીકા છે. જો કે હકિકતમાં રાધીકા પોતાના કોઇ રહસ્યો છુપાવતી નથી. તે જે હોય છે તે લોકો સામે રજુ કરી દે છે. ભારત, બ્રિટેન અને સંયુકત આરબ અમિરાતની ત્રણ કંપનીએ મળીને આ ફિલ્મ બનાવી છે. ટ્રેલર તો સારુ લાગે છે, ફિલ્મ કેવી હશે તે જાણવા રાહ જોવી પડશે.

(9:35 am IST)