Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

હવે સમજી વિચારીને ફિલ્મોમાં કામ કરશે સની લિયોની

સની લિયોનીએ અચાનક ફિલ્મોમાં કામ કરવાનું ઓછુ કરી દીધુ છે. એવું નથી કે તેની ફિલ્મો નિષ્ફળ રહી એટલે તેણે કામ નથી મળતું, પણ તેણે જાતે જ કામ ઘટાડી દીધું છે. સનીને આજે પણ અનેક ફિલ્મની ઓફર મળે છે અને નિર્માતા-નિર્દેશકો વચ્ચે તે લોકપ્રિય છે. ભીડ એકઠી કરવામાં સની મોટુ નામ ગણાય છે. સનીએ કહ્યું હતું કે કોઇ યોગ્ય લોકો નથી મળતાં જે સારી ફિલ્મ બનાવે. મેં જેટલી ફિલ્મો કરી છે તે બને એ પહેલા તો મોટી-મોટી વાતો કરવામાં આવી હતી. પરંતુ પાછળથી પ્રોડકટ સાવ બદલાઇ ગઇ હતી. સની કહે છે મને ઘણી ફિલ્મોની કહાની ગમી હતી. મેં મારા રોલ માટે ખુબ મહેનત કરી હતી. વર્કશોપમાં પણ સામેલ થઇ હતી. હિન્દી શીખવા ખુબ મહેનત કરી હતી. પરંતુ છેલ્લે એ લોકો પોતાના વચનને વફાદાર રહ્યા નહોતાં. જે પ્રમાણે વાત થઇ હતી એવી ફિલ્મ બનાવવાને બદલે દગાખોરી કરવામાં આવી હતી. હવે હું ખુબ સમજી વિચારીને ફિલ્મ કરીશ.

(9:34 am IST)