Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

દુબઇ ફિલ્‍મ અને ટીવી આયોગને રચનાત્‍મક લોકોનું સમર્થન કરવા માટે આભારઃ ફરાહ ખાનને યુએઇ સરકારે ગોલ્‍ડન વિઝ આપતા આવકાર

બોની કપૂરી, સંજય દત્ત, સલમાન દુલકરને આ વિઝા મળ્‍યા હતા

નવી દિલ્હીઃ ફિલ્મ ડાયરેક્ટર ફરાહ ખાનને ફિલ્મોમાં તેના શાનદાર યોગદાન માટે દુબઈ એક્સપોમાં ગોલ્ડન વિઝાથી સન્માનિત કરવામાં આવી. ફિલ્મમેકરે તેની જાણકારી પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર  કરી છે. ફિલ્મમેકર બોની કપૂર, સંજય દત્ત  અને સલમાન દુલકર પછી ફિલ્મમેકર અને કોરિયોગ્રાફર ફરાહ ખાન યૂએઈ ગોલ્ડન વિઝા મેળવનારી સેલિબ્રિટી છે. ફરાહ ખાને ઈન્સ્ટાગ્રામ પર પોતાના ગોલ્ડન વિઝાની સાથે પોઝ આપ્યો છે. અને  આ સન્માન માટે યૂએઈ સરકારે આભાર માન્યો છે. ફિલ્મ નિર્માતાએ એક નોટ લખી અને જણાવ્યું કે તેને ભારતીય સિનેમામાં તેના યોગદાન માટે વિઝા મળ્યા છે.

ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી માન્યો આભાર:

ફિલ્મમેકરે દુબઈ ફિલ્મ અને ટીવી આયોગનો આભાર માન્યો છે. દુબઈ એક્સ્પોમાં તેને ગોલ્ડન વિઝા આપવામાં આવ્યા. ફરાહે પોસ્ટ શેર કરીને લખ્યું - ભલે તમે ગમે તેટલો ઈનકાર કરો, વખાણ સાંભળીને હંમેશા સારું લાગે છે. હું ગોલ્ડન વિઝા મેળવીને અત્યંત સન્માનનો અનુભવ કરું છું. ભારતીય સિનેમામાં મારા યોગદાન માટે ફિલ્મોમાં મારી સિદ્ધિઓ માટે અને ખાસ કરીને દુબઈની સાથે હેપ્પી ન્યૂયરના જોડાણ માટે મને વિઝા મળ્યા છે. દુબઈ ફિલ્મ અને ટીવી આયોગને રચનાત્મક લોકોનું સમર્થન કરવા માટે આભાર.

ફરાહ ખાનને મળ્યા યૂએઈ ગોલ્ડન વિઝા:

વર્ષ 2019માં યૂએઈ સરકારે ગોલ્ડન વિઝાની સ્થાપના એક નવી સિસ્ટમના રૂપમાં કરી હતી. જેમાં રોકાણકારો અને ઉદ્યમીઓની સાથે સાથે વિજ્ઞાન, રમત સહિત અલગ-અલગ ફિલ્ડના લોકોનો સમાવેશ કરવામાં આવે છે. આ ગોલ્ડન વિઝા પાંચ અને દસ વર્ષના હોય છે. અને તેને રિન્યૂ પણ કરવામાં આવે છે. ફરાહ ખાન પહેલાં સંજય દત્ત, સુનિલ શેટ્ટી, મમૂથી, મોહનલાલ, ટોવિનો થોમસ અને દુલકર સલમાન જેવા કલાકારોને દુબઈ દ્વારા ગોલ્ડન વિઝા આપવામાં આવ્યા છે.

(4:01 pm IST)