Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

એકશનનો ડબલ ડોઝ જોવા મળશે

જોન અબ્રાહમ અને એકશન એક બીજાના પુરક છે. જોનની ફિલ્મ સત્યમેવ જયતે-૨ આ મહિનાના છેલ્લા અઠવાડીએ રિલીઝ થવાની છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. જેમાં જોનની જબરદસ્ત એકશન અને ડાયલોગ જોઇને ચાહકો આ ફિલ્મ જોવા અધીરા બની ગયા છે. ટ્રેલર લોન્ચ કરી જોને કેપ્શનમાં લખ્યું હતું કે-કરપશ્ન કરેંગે ઢેર, ભારત મા કે તીન શેર!   આ ફિલ્મ પચ્ચીસમી નવેમ્બરના રિલીઝ થવાની છે. ફિલ્મમાં હાઇ ઓકટેન એકશન ડ્રામા છે. જેમાં જોન ભ્રષ્ટાચાર અને સત્તાના દુરૂપયોગ સામે લડતો જોવા મળશે. સિનેમાઘરોમાં આ ફિલ્મ રિલીઝ થવાની છે. ફિલ્માં દિવ્યાકુમાર ખોસલા જોન સાથે મુખ્ય ભુમિકામાં છે. સાથે રાજીવ પિલ્લઇ, હર્ષ છાયા, સાહિલ વૈદ, અનુપ સોની પણ ખાસ ભુમિકામાં છે. નોરા ફતેહી પણ ગેસ્ટ રોલમાં જોવા મળવાની છે. ૨૦૧૮માં આવેલી સત્યમેવ જયતેની આ સિકવલ છે. આ વખતે એકશનનો ડબલ ડોઝ જોવા મળવાનો છે.

(10:18 am IST)