Gujarati News

Gujarati News

News of Sunday, 3rd November 2019

આમિરખાનની લાલસિંહ ચઢ્ઢાનું શૂંટિંગ શરૂ

મુંબઇ : આમિરખાનની નવી ફિલ્મ લાલસિંચ ચઢ્ઢાનું શૂંટિંગ શરુ થઇ ગયું છે. હોલીવૂડની  ફિલ્મ ફોરેસ્ટ ગમ્પ પર આધારિત આ ફિલ્મમાં આમીર મુખ્ય પાત્ર ભજવે છે. અભીનેતા છેલ્લા એક વર્ષથી આ ફિલ્મની તૈયારી કરતો હતો.  તેની માતા ઝિન્નત હુસેને આ ફિલ્મની ફર્સ્ટ કલેપ આપી હતી. દિગ્દર્શન અદ્વેૈત ચંદન કરે છે આમીર સાથે કરીના કપુર ખાન, વિજય સેથુપથી અને યોગી બાબુ છે.

આ ફિલ્મમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા અને સુવર્ણ મંદિરમા઼ થયેલી કત્લેઆમને પણ સાંકળી લેવામાં આવી છે. આમિરખાન શીખનુ પાત્ર ભજવે છે. કરીના તેની પ્રેમિકા છે.  અતુલ કુલકર્ણી દ્વારા લિખિત લાલસિંહ ચઢ્ઢા બની રહી છે તે ર૦ર૦ નાતાલમા રજુ થશે.

(1:12 pm IST)