Gujarati News

Gujarati News

News of Sunday, 3rd November 2019

મહાભારતમાં દ્રૌપદી બાદ કાશ્મીરની છેલ્લી હિંદુ રાણીના જીવન આધારિત ફિલ્મમાં જોવા મળશે દીપિકાપદુકોણ

મધુ મન્ટેનાએ કોટા રાણીની બાયોપિકની ઘોષણા કરી

 

મુંબઈ : બૉલીવુડ અભિનેત્રી દીપિકા પદુકોણે હાલમાં મહાભારતમાં દ્રૌપદીનું પાત્ર ભજવવાની ઘોષણા કરી છે. ઉપરાંત તે લવરંજનની એક ફિલ્મમાં રણબીર કપૂર સાથે પણ જોવા મળવાની છે.હવે સમાચાર છે કે દીપિકા પોતાની ખાસ મિત્ર મધુ મન્ટેના સાથે એક ફિલ્મમાં કામ કરવાની છે.

   સૂત્રના અનુસાર, મધુએ હાલમાં કોટા રાણીની બાયોપિકની ઘોષણા કરી છે. ફિલ્મ કાશ્મીરની છેલ્લી હિંદુ રાણીના જીવન પરઆધારિત હશે. દીપિકાને ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ પડી છે, અને તે ફરી ેક વખત પિરિયડ ફિલ્મમાં કામ કરતી જોવા મળશે. એક મજબૂત મનની મહિલાની કહાણી છે, જેને સુંદર અને ભવ્ય રીતે ચિતરવામાં આવશે.

   મધુ મન્ટેનાએ ઘોષણા કરતાં કહ્યું હતુ કે બહુ આશ્ચર્યજનક વાત છે કે, આપણે ભારતીય કોટા રાણી જેવી મહત્ત્વની વ્યક્તિ વિશે કંઇ જાણતા નથી. તેનું જીવન બહુ નાટકીય હતું અને તે ભારતની કદાચ સૌથી સક્ષમ મહિલા શાસકોમાંની એક હતી

(11:26 pm IST)