Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

વિરાટના બર્થડે ને યાદગાર બનાવવા માગે છે અનુષ્કા : કરી ખાસ તૈયારીઓ

મુંબઈ : બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા તાજેતરમાં જ પતિ વિરાટ કોહલી સાથે એરપોર્ટ પર સ્પોટ થઇ હતી હકીકતમાં 5 નવેમ્બરે વિરાટનો બર્થ ડેછે જેને સેલિબ્રેટ કરવા માટે આ કપલ મુંબઇની બહાર જવા માટે રવાના થયાં હતાં. 4 નવેમ્બરે ભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે ટી-20 સીરીઝ શરૂ થઇ રહી છે. આ સીરીઝમાં કોહલીને આરામ આપવામાં આવ્યો છે. તે બાદ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ શરૂ થશે.

 તેવામાં અનુષ્કા વિરાટનો બર્થ ડે સ્પેશિયલ બનાવવા માગે છે તેથી તેણે વિરાટ માટે કંઇક ખાસ પ્લાન કર્યુ છે. હાલ તે જાણી શકાયું નથી કે બંને ક્યાં જઇ રહ્યાં છે પરંતુ તે નક્કી છે કે તેઓ આ દિવસને યાદગાર બનવવા માગે છે.

(9:09 pm IST)