Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

ભંસાલીની ફિલ્મમાં નજરે પડશે બોલીવુડના આ બે ખાનની જોડી

મુંબઇ: ખમતીધર ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મમાં મોટે ભાગે બે સુપર સ્ટાર સલમાન ખાન અને શાહરુખ ખાન સાથે જોવા મળશે એેવી વાતો બોલિવૂડમાં વહેતી થઇ હતી.  હાલ ભણસાલી બંને સાથે વાટાઘાટ કરી રહ્યા હોવાનું કહેવાય છે. જો કે ત્રણે જણ મિડિયા સમક્ષ હાલ કશું બોલવા તૈયાર નથી. માહિતી આપનારા સૂત્રે કહ્યંુ કે ૧૯૯૧માં આવેલી સુભાષ ઘાઇની સૌદાગર ફિલ્મમાં જે રીતે દિલીપ કુમાર અને રાજ કુમાર દોસ્ત મટીને દુશ્મન બની ગયા હતા એવીજ એક સામાજિક સ્ટોરી લઇને ભણસાલી બંને કલાકારોને ચમકાવવાની યોજના તૈયાર કરી રહ્યા હતા.શાહરુખ અને સલમાન બંને દોસ્તો પણ સાથે ફિલ્મ કરવા તૈયાર છે અને ભણસાલી વાતનું ધ્યાન રાખશે કે બંનેને સરખું ફૂટેજ મળે જેથી અહંક્લેશ થવાની શક્યતા સર્જાય નહીં.અત્યાર અગાઉ બંનેએ કરણ અર્જુન ફિલ્મમાં પેરેલલ રોલ કર્યો હતો અને ફિલ્મ હિટ નીવડી હતી. એમાં બંને કલાકારો ઉપરાંત રાખી અને અમરીશ પુરીએ મહત્ત્વના રોલ ભજવ્યા હતાએમ તો બંનેએ કુછ કુછ હોતા હૈ અને હમ તુમ્હારે હૈં સનમ ફિલ્મો પણ સાથે કરી હતી.હાલ ભણસાલી પોતાની સ્ક્રીપ્ટને આખરી સ્વરૃપ આપી રહ્યા છે અને એમાં આઠથી નવ મહિના લાગી જવાની શક્યતા હોવાનું તેમના પ્રવક્તાએ કહ્યુ ંહતું.

(5:15 pm IST)