Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

તમારી પ્રતિભાને સફળતા જરૂર મળે છે: મનોજ બાજપાઈ

મુંબઇ: પોતાના વિશિષ્ટ અભિનય દ્વારા બોલિવૂડમાં છવાઇ ગયેલા અભિનેતા મનોજ બાજપેયીએ કહ્યું કે તમારામાં પ્રતિભા હોય તો આરંભે ભલે સંઘર્ષ કરવો પડે પરંતુ પછી સફળતા તમારા પગ ચૂમતી આવે છે એટલે સગાંવાદના આક્ષેપો કરવાનો કશો અર્થ નથી.'હું બિહારના એક નાનકડા નગરનો રહેવાસી છું. અભ્યાસ કરવા દિલ્હી ગયેલો અને ત્યાંથી નસીબ અજમાવવા મુંબઇ આવ્યો. મુંબઇમંા કોઇને ઓળખતો નહોતો. માત્ર મારી પ્રતિભાના જોરે હું સંઘર્ષ કરતો રહ્યો. શરૃમાં નાટકો કર્યા. પછી ફિલ્મોમાં આવ્યો. સ્ટાર કીડ્સ જોડે સ્પર્ધા કરવી હોય તો તમારામાં પોતાનામાં પ્રતિભા હોવી જરૃરી છે અને સંઘર્ષ કરવાની તૈયારી જોઇએ. સ્ટાર કીડ્સની ટીકા કર્યે રાખવાથી કંઇ વળે નહીં. પ્રતિભા હોય અને મહેનત કરવાની તૈયારી હોય તો વહેલી મોડી તક તો મળે છે' એમ મનોજે કહ્યું હતું.મનોજે ઉમેર્યું કે બેન્ડીટ ક્વીન કર્યા પછી હું મુંબઇમાં રહેવા આવ્યો. મંુબઇમાં રહેવાનંુ સહેલું નહોતું. મારી પાસે કામ નહોતું. શરૃમાં લોકોને મારી પ્રતિભા પર વિશ્વાસ નહોતો. મારો સતત અસ્વીકાર થતો રહ્યો. મને મારી પ્રતિભા વિશે શંકા જાગવા માંડી. પરંતુ હું હતાશ થયો નહીં. સતત પ્રોડયુસર્સના દરવાજા ખખડાવતો રહ્યો અને આખરે મને સત્યા ફિલ્મ મળી જેણે રાતોરાત મારી સ્થિતિ પલટાવી નાખી. હિંમત રાખવી પડે અને પોતાની પ્રતિભા પર વિશ્વાસ રાખીને સંઘર્ષ કરતાં રહેવું પડે. માત્ર સ્ટાર કીડ્સની ટીકા કર્યે રાખવાથી કામ મળતું નથી.

 

(5:13 pm IST)