Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

હિન્દુ સંસ્કૃતિ વિશે ટ્રિલોજી બનાવવાની યોજના ફિલ્મસર્જક વિવેક અગ્નિહોત્રીની

મુંબઇ: ફિલ્મ સર્જક અને અર્બન નક્સલ્સ નવલકથાના લેખક વિવેક અગ્નિહોત્રી અઢીસો કરોડનું બજેટ રાખીને હિન્દુ સંસ્કૃતિ વિશે ટ્રિલોજી બનાવવાની યોજના ઘડી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.એક નિવેદન પ્રગટ કરીને તેમણે જણાવ્યું હતું કે વિવિધ ક્ષેત્રના દસ ટોચના વિદ્વાનોની એક સમિતિ બનાવીને અમે છેલ્લાં થોડાં વરસોથી દિશામાં સંશોધન કરી રહ્યા હતા. સંશોધનનું કામ પૂરંુ થઇ ચૂક્યું છે અને આગામી પાંચ વર્ષમાં અમે એક ટ્રિલોજી બનાવવાના છીએ જેમાં હિન્દુ સંસ્કૃતિને વણી લેવાની અમારી યોજના છેતેમણે વધુમાં કહ્યંુ કે હાલ અમારી જે ફિલ્મ બની રહી છે તાશ્કંદ ફાઇલ્સ પૂરી થયા બાદ અમે ટ્રિલોજીના કલાકારોની પસંદગી શરૃ કરીશું. તાશ્કંદ ફાઇલ્સ માટે પણ અમે છેલ્લાં ત્રણેક વર્ષથી સંશોધન કરી રહ્યા હતા.રશિયામાં આવેલા તાશ્કંદમાં ભારતના વડા પ્રધાન લાલ બહાદૂર શાસ્ત્રીજી પાકિસ્તાનના લશ્કરી પ્રમુખ અયુબ ખાન સાથે ચર્ચા કરવા ગયા હતા જ્યાં ભેદી સંજોગોમાં શાસ્ત્રીજીનું અવસાન થયું હતુંવિવેક અગ્નિહોત્રીનો એવો દાવો છે કે શાસ્ત્રીજીનું અવસાન હાર્ટ અટેકથી થયું નહોતું. એમની હત્યા કરવામાં આવી હતી. અમને એવા થોડા દસ્તાવેજો સાંપડયા હતા જેમાં હકીકત વર્ણવાયેલી હતી. એના આધારે અમે તાશ્કંદ ફાઇલ્સ ફિલ્મ બનાવી રહ્યા છીએ જે ૨૦૧૯ના આરંભે રજૂ કરવાની અમારી યોજના છે.

(5:12 pm IST)