Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

સુષ્મિતા સેન ફરીથી OTT પર જોવા મળશે : આ વખતે ટ્રાન્સજેન્ડરની ભૂમિકામાં

મુંબઈ: આર્યની સફળતા બાદ ફરી એકવાર અભિનેત્રી સુષ્મિતા સેન OTT પ્લેટફોર્મ પર આવવા માટે તૈયાર છે. સુષ્મિતાએ તેના આગામી પ્રોજેક્ટનું શૂટિંગ શરૂ કરી દીધું છે. મરાઠી ફિલ્મ નિર્માતા રવિ જાધવ દ્વારા નિર્દેશિત આ વેબ સિરીઝમાં સુષ્મિતા ટ્રાન્સજેન્ડરની ભૂમિકામાં જોવા મળશે. પ્રાપ્ત સમાચાર મુજબ, સુષ્મિતાની આ વેબસીરીઝ પ્રખ્યાત ટ્રાન્સ એક્ટિવિસ્ટ ગૌરી સાવંતના જીવન ચરિત્ર પર આધારિત છે. શ્રેણીમાં કુલ 6 એપિસોડ હશે, જેમાં ગૌરીના જીવનના વિવિધ તબક્કાઓ બતાવવામાં આવશે. આ વેબ સિરીઝ બતાવશે કે કેવી રીતે ગૌરી સાવંત ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર માતા બની.અહેવાલ મુજબ, સુષ્મિતા આ રોલ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. તે આર્યાના તેના પાત્રમાંથી બહાર આવીને કંઈક નવું અને અલગ કરવાનો પ્રયાસ કરવા માંગે છે. આર્યમાં સુષ્મિતાના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી, તેથી ફરી એકવાર સુષ્મિતા નવા પાત્ર સાથે પડદા પર આવવા માટે તૈયાર છે. આ સિરીઝ સામાન્ય ટ્રાન્સજેન્ડરની કહાનીથી સાવ અલગ છે. આ ગૌરી અને તેની દત્તક પુત્રીની વાર્તા છે, જેના માટે તેને સમાજ સાથે લાંબી લડાઈ લડવી પડી હતી. આશા છે કે સુષ્મિતા નવેમ્બર સુધીમાં વેબ સિરીઝનું શૂટિંગ પૂર્ણ કરી લેશે.

(7:14 pm IST)