Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

જસ્ટિન બીબરે હૈલી સાથે કર્યા બીજી વખત લગ્ન

મુંબઈ: સિંગર જસ્ટિન બીબર અને મોડેલ હેલી બાલ્ડવિન ફરી એકવાર લગ્ન કરી લીધા છે. પીપલ.કોમના અહેવાલો અનુસાર, દંપતીએ ગયા વર્ષે ખામોશી સાથે લગ્ન કર્યા હતા અને હવે સોમવારે બંનેએ તેમના પરિવારના સભ્યો અને મિત્રોની સામે લગ્ન કર્યા.દક્ષિણ કેરોલિનામાં ફાઇવ સ્ટાર હોટલ મોંટેજ પાલ્મેટો બ્લફ ખાતે સમારોહ યોજાયો હતો.જસ્ટિન અને હેલીએ કેન્ડલ જેનર, કેમિલા મોરોન અને જોન સ્મોલસ સહિત 154 મહેમાનોની સામે તેમના લગ્ન જીવન માટે શપથ લીધા હતા.

(5:20 pm IST)