Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

કોરિયન ફિલ્મ આઉટલોઝ ની બનશે હિન્દી રીમેક : સલમાનખાન ધમાલ મચાવશે

ફિલ્મને હિન્દીમાં બનાવવાના રાઈટ્સ ખરીદી લેવાયા

મુંબઈ : બોલીવુડના  સલમાન ખાનને લઈને સમાચાર છે કે, તે ખુબ જ જલ્દી એક કોરીયન ફિલ્મની રિમેકમાં કામ કરશે હાલમાં સલમાન ખાન ફિલ્મ 'દબંગ ૩' ની શુટિંગમાં વ્યસ્ત છે.

 ચર્ચાએ છે કે, સલમાન ખાને એક કોરિયન ફિલ્મ 'આઉટલોઝ' ની હિન્દી રીમેક કરવા જઈ રહ્યા છે. 'આઉટઓઝ' માં એકશન તો છે, તેની સાથે એવી કહાની અન પાત્ર છે જે સલમાન ખાનની પર્સનાલિટીને મેચ કરશે.

કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મને હિન્દીમાં બનાવવાના રાઈટ્સ ખરીદી લેવામાં આવ્યા છે અને તેમ છતાં ફિલ્મને ભારતીય ચાહકોની પસંદના અનુરૂપ લખવામાં આવી રહી છે. બતાવવામાં આવી રહ્યું છે કે, સલમાન ખાનના પિતા સલીમ ખાન પણ સ્ક્રિપ્ટમાં રસ લઇ રહ્યા છે અને તેમને પણ કેટલાક સૂચનો આપ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન પ્રભુદેવા કરશે. તેમ છતાં ઝડપી કામ કરવામાં આવી રહ્યું છે જેથી ઈદ ૨૦૨૦ સુધી ફિલ્મ રીલીઝ થઈ જાય.

(12:00 pm IST)