Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

ક્રિતી સેનની બે ફિલ્મો કતારમાં

ક્રિતી સેનન પોતાના બેસ્ટ લૂક માટે જાણીતી છે. તેનો લૂક સોશિયલ મિડીયા પર સતત વાયરલ થતો રહે છે. તે સારી અભિનેત્રી હોવાની સાથે એક ફેશન આઇકન પણ છે. તાજેતરમાં તેણે કેટલીક તસ્વીરો ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. જે ખુબ જ વાયરલ થઇ હતી. આ તસ્વીરમાં ક્રિતી એથલીટ સ્ટેયરીંગ આઉટફિટમાં જોવા મળી રહી છે. તેણે બ્લેક સ્પોર્ટસ બ્રા સાથે બ્લુ ક્રેપ સ્કર્ટ અને ઓવરસાઇઝ જેકેટમાં અત્યંત સ્ટાઇલીશ અને હોટ લૂક આપ્યો છે. તસ્વીરોમાં આ અભિનેત્રી પોતાનું આકર્ષક બોડી અને હોટ લેગ્સ દેખાડી રહી છે. કલાસીક બ્લેક શૂઝ અને રાઉન્ડ હુપ્સ ઇયરીંગ ગજબનો લૂક આપી રહ્યા છે. ડચ બ્રેડ હેર સ્ટાઇલ અને મિનિમલ મેકઅપ તથા આછી ગુલાબી લિપસ્ટીક તેના લૂકને ચારચાંદ લગાવે છે. ૨૦૧૪થી બોલીવૂડમાં કામ કરી રહેલી ક્રિતીની બે ફિલ્મો હાઉસફુલ-૪ અને પાનિપત કતારમાં છે.

(9:34 am IST)