Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

વિવાદને આપી પૂર્ણવિરામ: નાનાએ શરૂ કર્યું આગામી ફિલ્મની શુટિંગનું કામ

મુંબઈ: નાના પાટેકર અને તનુશ્રી દત્તાનો વિવાદ વકરી ગયો છે. રોજ રોજ મુદ્દે નવી વાત આવી રહી છે. જોકે હવે તનુશ્રીને મુલાકાતો આપીઆપીને વધુ પડતું બોલવાથી ગળામાં સોજો આવી જતાં થોડો સમય વિરામ લીધો છે.

 

નાના પાટેકર પોતાના આગામી ફિલ્મના સેટ પરથી ગાયબ થઇ જવાની વાત હતીપણ નાના પાટેકરે આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. ''તનુશ્રી દત્તાના આરોપ બાદ નાના પાટેકર હોટલની પોતાની રૂમમાંથી બહાર નીકળ્યા નહોતો. તેણે લોકો સાથે હળીમળી પણ નહોતો રહ્યો. પરંતુ હવે  નાના પાટેકરે 'હાઉસફુલ નું શૂટિંગ શરૂ કરી દીધું છે. તેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિર્માતાએ સેટ પર સિક્યોરિટી કડક કરી દીધી છે. ફિલ્મના સેટ પર ફક્ત યુનિટના લોકોને જવાની છૂટ આપવામાં આવી છે. નિર્માતાએ સેટ પર મોબાઇલ ફોન લાવવા પર પણ પાબંધી કરી દીધી છે. હવે ફક્ત કલાકાર સેટ પર સેલફોન લઇ જઈ શકે , તેમ સૂત્રે જણાવ્યું હતું.નાના પાટેકર ફિલ્મમાં એક ગઝલ ગાયકની ભૂમિકા ભજવી રહ્યો છે. તેઆ ફિલ્મમાં અક્ષય કુમાર, બોબી દેઓલ, રિતેશ દેશમુખ, કૃતિ સેનોન, કૃતિ ખરબંધા, પૂજા હેગડે અને ચંકી પાડે કામ કરીરહ્યા છે

(3:37 pm IST)