Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

હુમલાની ધમકી બાદ એક્ટ્રેસ તનુશ્રીએ 24 કલાક પોલીસ સુરક્ષાની માંગ કરી

પોલીસે તનુશ્રીની સુરક્ષા માટે સશસ્ત્ર જવાનો ગોઠવી દીધા

મુંબઈ :અભિનેત્રી તનુશ્રી દતાએ રાજ ઠાકરે પર નિવેદન બાજી કરતા રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ તેના પર હુમલો કરવાની ધમકી આપી હતી. તનુશ્રીએ એક લીડીંગ સમાચાર પત્ર સાથે આ બાબતે વાત કરી હતી. ત્યાર બાદ તનુશ્રી દતાએ મુંબઈ પોલીસ પાસે પોતાના માટે 24 કલાકની સુરક્ષાની માંગ કરી છે. જેને ધ્યાનમાં રાખતા પોલીસે તનુશ્રીની સુરક્ષા માટે સશસ્ત્ર જવાનો ગોઠવી દીધા છે

(1:04 pm IST)