Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

સુનિલનો પુત્ર અહાન શેટ્ટી કરશે બોલીવૂડમાં ધમાકેદાર એન્ટ્રી

બોલીવૂડના હી-મેન હીરો સુનિલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટી બોલીવૂડમાં એન્ટ્રી કરી ચુકી છે હવે તેનો પુત્ર પણ ફિલ્મમાં આવવા માટે તૈયાર છે. સુનિલના દિકરા અહાન શેટ્ટીને પણ દર્શકો ટુંક સમયમાં મોટા પરદે જોઇ શકશે. નિર્માતા સાજીદ નડિયાદવાલાએ સાઉથની ફિલ્મ આરએકસ-૧૦૦ના રિમેક રાઇટ્સ ખરીદી લીધા છે. આ ફિલ્મની હિન્દી આવૃતિમાં તે અહાન શેટ્ટીને લેવા ઇચ્છે છે. અગાઉ સાજીદે ટાઇગર શ્રોફ અને ક્રિતી સેનનને હીરોપંતી ફિલ્મથી બોલીવૂડમાં લોન્ચ કર્યા હતાં. અહાનને આ ફિલ્મ મળતાં તે તૈયારીમાં વ્યસ્ત થઇ ગયો છે. અભિનય સાથે ડાન્સની તાલિમ પણ લઇ રહ્યો છે જીમમાં જઇ શરીરને પણ મજબૂત બનાવી રહ્યો છે. અહાન સાથે હિરોઇન પણ નવી હશે. મિલન લુથરીયા ફિલ્મનું નિર્દેશન કરશે.

(9:33 am IST)