Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

જૈકલીન ન્યુયોર્ક પહોંચી અભિનયની તાલિમ લેવા

બોલીવૂડમાં લગભગ દસ વર્ષથી કામ કરી રહેલી શ્રીલંકન સુંદરી જૈકલીન ફનાન્ડીસ હવે અભિનયની તાલિમ લેવા માટે ન્યુયોર્ક ગઇ છે. જૈકલીને અત્યાર સુધીમાં જેટલી ફિલ્મો કરી છે તેમાં તેની અભિનય ક્ષમતા લગભગ જોવા મળી નથી, તે અભિનય થકી દર્શકોને અને વિવેચકોને પ્રભાવીત કરી શકી નથી. મોટા ભાગે ગ્લેમર ડોલના રૂપમાં જ જોવા મળી છે. ડાન્સીંગ ગીતો અને ટૂંકા કપડા પહેરી લટકા-મટકા કરતી વધુ જોવા મળી છે. અત્યાર સુધી તો તેની ગાડી ગબડી છે પણ હવે આગળ વધવા માટે અભિનયની ખાસ્સી જરૂર હોય તેવું તેને લાગતાં તે ન્યુયોર્ક અભિનયની તાલિમ લેવા માટે પહોંચી ગઇ છે. હાલમાં ખાલી સમયમાં તેના માટે આ કામ ખુબ સારુ છે. સુશાંતસિંહ રાજપૂત સાથેની ફિલ્મ ડ્રાઇવ તેની પાસે છે, આ ફિલ્મનું કામ પણ લગભગ પુરૂ થઇ ગયું છે. તાલિમ પછી જૈકલીનનો અભિનય કેવો નિખાર લાવે છે તે માટે રાહ જોવી પડશે.

 

(9:32 am IST)