Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

બહેન સોનમ અને રિયાના નામનું ટેટુ બનાવ્યું હર્ષવર્ધન કપૂરે

મુંબઈ: બોલિવૂડ એક્ટર હર્ષવર્ધન કપૂરે તેની બહેન સોનમ અને રિયા કપૂરને ટેટુ કરાવી લીધું છે. અનિલ કપૂરના પુત્ર હર્ષવર્ધન કપૂરે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર પોતાની એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં તેની પીઠ પર તેની બહેનો સોનમ અને રિયાના ટેટૂ છે.હર્ષવર્ધને બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શેર કર્યો છે જેમાં સોનમ અને રિયાના નામના ટેટૂઝ તેની પીઠ પર જોવા મળી રહ્યા છે. આ પહેલીવાર નથી જ્યારે હર્ષ વર્ધનને સોશિયલ મીડિયા પર પોતાના ટેટૂની તસવીર શેર કરી હોય. થોડા અઠવાડિયા પહેલા હર્ષ વર્ધન પોતાનો ટેટુ પિક્ચર શેર કરીને ચાહકોનું દિલ જીતી લે છે.

(5:59 pm IST)