Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

એક્ટિંગ માટે શ્રદ્ધાએ છોડી દીધી હતો કોલેજનો અભ્યાસ

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરે અભિનયની કારકિર્દી બનાવવા માટે કોલેજ છોડી દીધી હતી.શક્તિ કપૂરની પુત્રી શ્રદ્ધા કપૂરે તાજેતરમાં ફિલ્મ સાહો રિલીઝ કરી હતી અને હવે તેની રિલીઝ માટે તૈયાર છે. શ્રદ્ધાએ કહ્યું છે કે કેવી રીતે તેણે અભિનય કરવા માટે કોલેજ છોડી દીધી હતી.શ્રદ્ધા કપૂરે કહ્યું કે તેણે અભિનયની કારકીર્દિ બનાવવા માટે તેની કોલેજ છોડી દીધી હતી. તેણે જણાવ્યું હતું કે પહેલા તેની યોજના હતી કે તે પહેલા અભ્યાસ પૂરો કરશે અને પછી અભિનયના ક્ષેત્રમાં આવશે. ત્યારે શ્રદ્ધા અમેરિકાના બોસ્ટનની એક કોલેજમાં અભ્યાસ કરતી હતી. પરંતુ શ્રદ્ધાને ફિલ્મોમાં અભિનય કરવાની ઉતાવળ હતી.

(5:51 pm IST)