Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

અનિલ કપૂર, દિયા મિર્ઝા, મલાઇકા અરોરા સહિતનાએ ટ્વિટ કરીને ગણેશ મહોત્સવની ફેન્સને શૂભેચ્‍છા પાઠવી

નવી દિલ્હીઃ આજે દેશભરમાં આનંદ ઉલ્લાસ સાથે ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. તેવામાં ફિલ્મી સિતારા કેમ પાછળ રહી શકે છે. તહેવાર પર ફિલ્મ ક્ષેત્રના દિગ્ગજોએ દેશવાસિઓને શુભેચ્છા આપી છે. અનિલ કપૂર, દિયા મિર્ઝા, મલાઇકા અરોડા સહિત ઘણા સ્ટાર્સે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને ફેન્સને શુભેચ્છા આપી છે.

અનિલ કપૂરે ગણેશ જી માટે મંત્ર લખતા શુભેચ્છા આપી છે. અભિનેતાએ લખ્યું, વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ, નિર્વિધ્નં કુરૂ મે દેવ સર્વાકાર્યેષુ સર્વદા, ભગવાન ગણેશ તમને સારૂ સ્વાસ્થ્ય, ખુશી અને સફળતા આપે.

મલાઇકા અરોડાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ભગવાન ગણેશનો ફોટો શેર કર્યો છે. ફોટોની સાથે મલાઇકાએ લખ્યું છે ગણપતિ બાપ્પા મોરયા. #GaneshChaturthi!

બોલીવુડ અભિનેતા અર્જુન કપૂરે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને બધાને ગણેશ ચોથની શુભેચ્છા આપે છે. વીડિયો શેર કરતા અર્જુને પોતાની બહેન અંશુલા અને માસીનો ફોટો દેખાડ્યો છે. સાથે તેણે જણાવ્યું કે, તેની માતાને ગણેશ ચતુર્થીનો તહેવાર ખુબ પસંદ હતો. સાથે અર્જુને અપીલ કરી કે બધા પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે.

બોલીવુડ અભિનેત્રી દિયા મિર્ઝાએ પણ ખાસ રીતે પોતાના ફેન્સને ગણેશ ચતુર્થીની શુભેચ્છા આપી છે. દિયાએ હાથમાં ગણેશ જીની મુર્તિ પકડતો ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

બોલીવુડ અભિનેતા અજય દેવગન અને તેની પત્ની કાજોલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ગણેશ જીની તસવીર શેર કરતા ખાસ અંદાજમાં ફેન્સને શુભેચ્છા આપી છે.

બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ગણેશ જીની સાથે એક તસવીર શેર કરતા ફેન્સને શુભેચ્છા આપી છે.

(5:03 pm IST)